World Cup 2019: જાણો એક ક્લિક પર, વિશ્વકપનો સંપૂર્ણ કાર્યક્રમ અને દરેક ટીમની વિગત
ક્રિકેટના મહાકુંભ કહેવાતા આઈસીસી વિશ્વકપનો પ્રારંભ ગુરૂવારથી થશે. આ વખતે ટૂર્નામેન્ટના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ઘણા ખેલાડી આ વખતે પ્રથમવખત ટૂર્નામેન્ટમાં રમશે. 1 ટ્રોફી અને 10 દાવેદાર છે. યજમાન ઈંગ્લેન્ડ સહિત ભારતને આ વિશ્વકપનું પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યું છે.
લંડનઃ ક્રિકેટના કરોડો ચાહકો છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યાં હતા તે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપનો પ્રારંભ થવામાં માત્ર ગણતરીની કલાકો બાકી છે. ગુરૂવાર (30 મે)થી આઈસીસી વિશ્વકપની 12મી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઉદ્ઘાટન મેચમાં યજમાન ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા ટકરાશે. આ વર્ષે વિશ્વકપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. ''રાઉન્ડ રોબિન'' પ્રમાણે રમાનારી આ ટૂર્નામેન્ટમાં તમામ ટીમો અન્ય ટીમો સામે એક-એકવાર ટકરાશે. પોઈન્ટ ટેબલની ટોપ-4 ટીમોને સેમીફાઇનલમાં પ્રવેશ મળશે. ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચ રમવાની છે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 14 જુલાઈએ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાનમાં ફાઇનલ મેચ રમાશે. વર્ષ 1975, 1979, 1983 અને 1999માં ક્રિકેટ વિશ્વકપનું આયોજન ઈગ્લેન્ડમાં થયું હતું.
આ વિશ્વકપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં યજમાન ઈંગ્લેન્ડ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફગાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે.
આ છે ટાઇટલના પ્રબળ દાવેદાર
જો ટાઇટલના પ્રબળ દાવેદારોની વાત કરીએ તો યજમાન દેશ સિવાય ભારતનું નામ સૌથી ઉપર છે. તેનું કારણ આ દિવસોમાં ટીમનું ફોર્મ છે, પરંતુ ઓસ્ટ્રેલિયાએ 2019માં જે પ્રકારનું ફોર્મ મેળવ્યું છે, તેથી તે પણ રેસમાં છે. વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશની ટીમો છેલ્લી 3 સિઝનમાં છુપા રુસ્તમની જેમ વિશ્વકપમાં આવતી રહી છે, પરંતુ આ વખતે બંન્નેની સાથે અફગાનિસ્તાનનું નામ પણ છે. તેણે પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનને હરાવીને તે વાતનો સંકેત આપી દીધો છે વિશ્વકપમાં તેને હળવાશમાં લેવી અન્ય ટીમો માટે ભૂલ સાબિત થઈ શકે છે.
9 જુલાઈથી સેમીફાઇનલ
ટૂર્નામેન્ટમાં લીગ રાઉન્ડનું સમાપન 6 જુલાઈએ થશે. 9 જુલાઈથી સેમીફાઇનલ મેચ રમાશે. પ્રથમ સેમીફાઇનલ માનચેસ્ટર અને બીજી સેમીફાઇનલ બર્મિઁઘમમાં રમાશે. ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો 14 જુલાઈએ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સ પર રમાશે.
11 મેદાન પર રમાશે મેચ
ટૂર્નામેન્ટમાં મેચ કુલ 11 મેદાન પર રમાશે. જેમાં બ્રિસ્ટલનું કાઉન્ટી મેદાન, લંડનનું લોર્ડસ, નોટિંઘમનું ટ્રેન્ટબ્રિઝ મેદાન, માનચેસ્ટરનું ઓલ્ડ ટ્રૈફર્ડ, ટોટનનું કાઉન્ટી મેદાન, લંડનનું ધ ઓવલ, ચેસ્ટર લી સ્ટ્રીટનું રિવરસાઇડ મેદાન, લીડ્નું હેડિંગ્લે, બર્મિંઘમનું એઝબેસ્ટન, સાઉથૈમ્પટનનું રોઝ બાઉલ, કાર્ડિફનું સોફિયા ગાર્ડન્સ સામેલ છે.
વિશ્વકપની તમામ ટીમોની યાદી
ટીમ ઈન્ડિયાઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.
ઓસ્ટ્રેલિયાની ટીમ
એરોન ફિન્ચ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી(વિકેટકીપર), નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, ઉસમાન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.
બાંગ્લાદેશની ટીમ
મુશરફે મોર્તજા (કેપ્ટન), તમીમ ઇકબાલ, મબમૂદુલ્લાહ, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન (વાઇસ કેપ્ટન), સૌમ્યા સરકાર, લિટન દાસ, શબ્બીર રહમાન, મેહદી હસન, મોહમ્મદ મિથુન, રૂબેલ હુસૈન, મુસ્તફિઝુર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન, મોસાદેક હુસૈન, અબુ ઝાયદ.
ઈંગ્લેન્ડની ટીમ
જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઇયોન મોર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, ક્રિસ વોક્સ, લિયામ પ્લંકેટ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, ટોમ કરન, માર્ક વુડ, જેમ્સ વિન્સે, લિયામ ડેશવાન.
શ્રીલંકાની ટીમ
દિમુથ કરુણારત્ને (કેપ્ટન), લશિત મલિંગા, એંજેલો મૈથ્યૂઝ, તિસારા પરેરા, કુસલ પરેરા, ધનંજય ડિસિલ્વા, કુસલ મેંડિસ, ઇસુરૂ ઉદાના, મિલિંદા સિરિવર્ધને, અવિષ્કા ફર્નાંડો, જીવન મેંડિસ, લાહિરુ થિરિમત્રે, જૈકી વેંડરસે, નુવાન પ્રદીપ અને સુરંગા લકમલ
દક્ષિણ આફ્રિકાની ટીમ
ફાફ ડૂપ્લેસિસ(કેપ્ટન), હાશિમ અમલા, જે.પી. ડુમિની, ડેવિડ મિલર, ક્વિન્ટન ડિ કોક (વિકેટકીપર), ડેલ સ્ટેન, એન્ડિલે ફેહલુકવાયો, ઈમરાન તાહિર, કગિસો રબાડા, ડ્વેન પ્રીટોરિયસ, ક્રિસ મોરિસ, લુંગી એનગિડી, એડેન મારક્રમ, રાસ વાન ડર ડુસેન, તબરેશ શમ્સી.
પાકિસ્તાનની ટીમ
સરફરાઝ અહમદ (કેપ્ટન), આસિફ અલી, બાબર આઝમ, ફખર જમાન, હૈરિસ સોહેલ, હસન અલી, ઇમાદ વસીમ, ઇમામ ઉલ હક, મોહમ્મદ આમિર, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ હસનૈન, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, શોએબ મલિક, વહાબ રિયાઝ.
અફગાનિસ્તાન ટીમ
ગુલબદિન નૈબ (કેપ્ટન), નૂલ અલી જરદાન, હજરતુલ્લાહ જજાઈ, રહમત શાહ, અસગર અફગાન, હશમતુલ્લાહ શાહિદી, નજિબુલ્લાહ જદરાન, સૈમુલ્લાહ શિનવારી, મોહમ્મદ નબી, રાશિદ ખાન, દૌલત જાદરાન, આફતાબ આલમ, હામિદ હસન અને મુઝીબ ઉર રહમાન.
ન્યૂઝીલેન્ડ ટીમઃ
કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, રોસ ટેલર, ટોમ લાથમ, કોલિન મુનરો, ટોમ બ્લંડેલ, જિમી નીશમ, કાલિન ડી ગ્રેંડહોમ, મિશેલ સેંટનેર, ઇશ સોઢી, ટિમ સાઉદી, મેટ હેનરી, મેટ હેનરી, લોકી ફર્ગ્યૂસન, ટ્રેંટ બાઉલ્ટ.
વેસ્ટઈન્ડિઝ ટીમઃ
જેસન હોલ્ડર (કેપ્ટન), આંદ્રે રસેલ, એશ્લે નર્સ, કાર્લોસ બ્રૈથવેટ, ક્રિસ ગેલ, ડૈરેન બ્રાવો, એવિન લુઇસ, ફૈબિયન એલેન, કીમર રોચ, નિકોલસ પૂરન, ઓશાને થોમસ, શાઈ હોપ, શૈનન ગૈબ્રિયલ, શેલ્ડન કોટરેલ, શિમરોન હેટમાયર.
વિશ્વકપનો સંપૂર્ણ કાર્યક્રમ ભારતીય સમયાનુસાર
ટીમ | તારીખ | સ્થળ | સમય |
ઈગ્લેન્ડ Vs દક્ષિણ આફ્રિકા | 30 મે | લંડન | બપોરે 3.00 કલાકે |
પાકિસ્તાન Vs વેસ્ટ ઈન્ડિઝ | 31 મે | નોટિંઘહામ | બપોરે 3.00 કલાકે |
ન્યૂઝિલેન્ડ Vs શ્રીલંકા | 1 જૂન | કાર્ડિક | બપોરે 3.00 કલાકે |
અફઘાનિસ્તાન Vs ઓસ્ટ્રેલિયા | 1 જૂન | બ્રિસ્ટલ | સાંજે 6.00 કલાકે |
બાંગ્લાદેશ Vs દક્ષિણ આફ્રિકા | 2 જૂન | લંંડન | બપોરે 3.00 કલાકે |
ઈગ્લેન્ડ Vs પાકિસ્તાન | 3 જૂન | નોટિંઘહામ | બપોરે 3.00 કલાકે |
અફઘાનિસ્તાન Vs શ્રીલંકા | 4 જૂન | કાર્ડિક | બપોરે 3.00 કલાકે |
ભારત Vs દક્ષિણ આફ્રિકા | 5 જૂન | સાઉથૈમ્પટન | બપોરે 3.00 કલાકે |
બાંગ્લાદેેશ Vs ન્યૂઝિલેન્ડ | 5 જૂન | લંડન | સાંજે 6.00 કલાકે |
ઓસ્ટ્રેલિયા Vs વેસ્ટ ઈન્ડિઝ | 6 જૂન | નોટિંઘહામ | બપોરે 3.00 કલાકે |
પાકિસ્તાન Vs શ્રીલંકા | 7 જૂન | બ્રિસ્ટલ | બપોરે 3.00 કલાકે |
ઈગ્લેન્ડ Vs બાંગ્લાદેશ | 8 જૂન | કાર્ડિક | બપોરે 3.00 કલાકે |
અફઘાનિસ્તાન Vs ન્યૂઝિલેન્ડ | 8 જૂન | ટોન્ટન | સાંજે 6.00 કલાકે |
ભારત Vs ઓસ્ટ્રેલિયા | 9 જૂન | લંડન | બપોરે 3.00 કલાકે |
વેસ્ટ ઈન્ડિઝ Vs સાઉથ આફ્રિકા | 10 જૂન | સાઉથહેમ્પટન | બપોરે 3.00 કલાકે |
બાંગ્લાદેશ Vs શ્રીલંકા | 11 જૂન | બ્રિસ્ટલ | બપોરે 3.00 કલાકે |
ઓસ્ટ્રેલિયા Vs પાકિસ્તાન | 12 જૂન | ટોન્ટન | બપોરે 3.00 કલાકે |
ભારત Vs ન્યૂઝિલેન્ડ | 13 જૂન | નોટિંઘહામ | બપોરે 3.00 કલાકે |
ઈગ્લેન્ડ Vs વેસ્ટ ઈન્ડિઝ | 14 જૂન | સાઉથહેમ્પટન | બપોરે 3.00 કલાકે |
ઓસ્ટ્રેલિયા Vs શ્રીલંકા | 15 જૂન | લંડન | બપોરે 3.00 કલાકે |
અફઘાનિસ્તાન Vs સાઉથ આફ્રિકા | 15 જૂન | કાર્ડિક | સાંજે 6.00 કલાકે |
ભારત Vs પાકિસ્તાન | 16 જૂન | માનચેસ્ટર | બપોરે 3.00 કલાકે |
બાંગ્લાદેશ Vs વેસ્ટ ઈન્ડિઝ | 17 જૂન | ટોન્ટન | બપોરે 3.00 કલાકે |
અફઘાનિસ્તાન Vs ઈગ્લેન્ડ | 18 જૂન | માનચેસ્ટર | બપોરે 3.00 કલાકે |
ન્યૂઝિલેેન્ડ Vs દક્ષિણ આફ્રિકા | 19 જૂન | બર્મિંઘમ | બપોરે 3.00 કલાકે |
ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ | 20 જૂન | નોટિંઘહામ | બપોરે 3.00 કલાકે |
ઈગ્લેન્ડ Vs શ્રીલંકા | 21 જૂન | લીડ્સ | બપોરે 3.00 કલાકે |
ભારત Vs અફઘાનિસ્તાન | 22 જૂન | સાઉથહેમ્પટન | બપોરે 3.00 કલાકે |
ન્યૂઝિલેન્ડ Vs વેસ્ટ ઈન્ડિઝ | 22 જૂન | માનચેસ્ટર | સાંજે 6.00 કલાકે |
પાકિસ્તાન Vs દક્ષિણ આફ્રિકા | 23 જૂન | લંડન | બપોરે 3.00 કલાકે |
અફઘાનિસ્તાન Vs બાંગ્લાદેશ | 24 જૂન | સાઉથહેમ્પટન | બપોરે 3.00 કલાકે |
ઈગ્લેન્ડ Vs ઓસ્ટ્રેલિયા | 25 જૂન | લંડન | બપોરે 3.00 કલાકે |
ન્યૂઝિલેન્ડ Vs પાકિસ્તાન | 26 જૂન | બર્મિંઘમ | બપોરે 3.00 કલાકે |
ભારત Vs વેસ્ટ ઈન્ડિઝ | 27 જૂન | માનચેસ્ટર | બપોરે 3.00 કલાકે |
દક્ષિણ આફ્રિકા Vs શ્રીલંકા | 28 જૂન | ચેસ્ટર લે સ્ટ્રિટ | બપોરે 3.00 કલાકે |
અફઘાનિસ્તાન Vs પાકિસ્તાન | 29 જૂન | લીડ્સ | બપોરે 3.00 કલાકે |
ઓસ્ટ્રેલિયા Vs ન્યૂઝિલેન્ડ | 29 જૂન | લંડન | સાંજે 6.00 કલાકે |
ભારત Vs ઈગ્લેન્ડ | 30 જૂન | બર્મિંઘમ | બપોરે 3.00 કલાકે |
શ્રીલંકા Vs વેસ્ટ ઈન્ડિઝ | 1 જુલાઈ | ચેસ્ટર લે સ્ટ્રિટ | બપોરે 3.00 કલાકે |
ભારત Vs બાંગ્લાદેશ | 2 જુલાઈ | બર્મિંઘમ | બપોરે 3.00 કલાકે |
ઈગ્લેન્ડ Vs ન્યૂઝિલેન્ડ | 3 જુલાઈ | ચેસ્ટર લે સ્ટ્રિટ | બપોરે 3.00 કલાકે |
અફઘાનિસ્તાન Vs વેસ્ટ ઈન્ડિઝ | 4 જુલાઈ | લીડ્સ | બપોરે 3.00 કલાકે |
પાકિસ્તાન Vs બાંગ્લાદેશ | 5 જુલાઈ | લંડન | બપોરે 3.00 કલાકે |
ભારત Vs શ્રીલંકા | 6 જુલાઈ | લીડ્સ | બપોરે 3.00 કલાકે |
ઓસ્ટ્રેલિયા Vs દક્ષિણ આફ્રિકા | 6 જુલાઈ | માનચેસ્ટર | બપોરે 3.00 કલાકે |
પ્રથમ સેમિફાયનલ | 9 જુલાઈ | માનચેસ્ટર | બપોરે 3.00 કલાકે |
બીજી સેમિફાયનલ મેચ | 11 જુલાઈ | બર્મિંઘમ | બપોરે 3.00 કલાકે |
ફાઇનલ | 14 જુલાઈ | લોર્ડ્સ લંડન | બપોરે 3.00 કલાકે |