ICC World Cup Warm-up Match: ભારતની બાંગ્લાદેશ સામે શાનદાર જીત
ભારતીય ટીમે વર્લ્ડકપથી પહેલા બીજા વોર્મઅપ મેચમાં બાંગ્લાદેશને 95 રનથી હાર આપી છે.
દિલ્હી: પહેલી પ્રેકક્ટીસ મેચમાં હાર મેળવનારી ભારતીય ટીમે બીજી પ્રેકટિસમેચમાં બાંગ્લેદશને 95 રને હાર આપી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરના અંતે 359 રન કરીને 7 વિકેટ ગુમાવી હતી. જેમાં કેએલ રાહુલ અને એમ.એસ ધોનીએ સદી ફટકારી હતી. જ્યારે બાંગ્લાદેશની ટીમે 49.3 ઓવરમાં 264 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
ભારત તરફથી ધોની અને કેએલ રાહુલે મારી સદી
આઇસીસી વિશ્વકપમાં બીજી મેચ રમી રહેલી ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે 50 ઓવરમાં 360રન કર્યા હતા. જેમાં ભારતીય ટીમના સૌથી અનુભવી પ્લેયર મહેન્દ્રસિંહ ધોનીએ 113 રન અને રાહુલે 108 રન કર્યા હતા જેની મદદથી ભારતીય ટીમ 50 ઓવરના અંતે 359 રન જેટલો જંગી સ્કોર બનાવામાં સફળ રહી હતી.
બાંગ્લાદેશનવી શરૂઆત સારી છતા મળી હાર
બાંગ્લાદેશની ટીમ 360 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે મેદાને ઉતરી ત્યારે તેની ઓપનિંગ શરૂઆત ખુબજ સારી રહી હતી. પરંતુ ધીમે-ધીમે વિકેટો પડતા બાજી ભારત તરફ નમતી ગઇ હતી. જેમાં ભારત તરફથી કુલદીપ યાદવ અને ચહલે 3-3 વિકેટ મળી હતી. જ્યારે બુમરાહને 2 વિકેટ મળી હતી. જ્યારે જાડેજાને એક વિકેટ મળી હતી. ભારતે બીજી પ્રેકટીસ મેચમાં બાંગ્લાદેશને 95 રને હાર આપી જીત મેળવી હતી.