World Cup 2019: દિનેશ કાર્તિક ઋષભ પંત વચ્ચે કોણ ફાવશે? ટીમ ઇન્ડિયામાં કોનો થશે સમાવેશ?
વિશ્વ કપ (World Cup 2019) માટે ભારતીય ટીમ (Team Indai) પસંદગી માટે હવે માંડ બે દિવસ બાકી રહ્યા છે. 15 એપ્રિલે ટીમ ઇન્ડિયા માટે પસંદ કરાયેલ ખેલાડીઓની યાદી જાહેર કરાશે. આમ જોવા જઇએ તો ટીમ માટે મોટા ભાગના ખેલાડીઓનું ચિત્ર સ્પષ્ટ છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલીથી (Virat Kohli) લઇને 15 ખેલાડીઓ પૈકી 13 ખેલાડીઓની પસંદગી લગભગ નક્કી જેવું જ છે. પરંતુ બે ખેલાડીઓ માટે ચાર પાંચ ખેલાડીઓ વચ્ચે ટક્કર છે. જેમાં દિનેશ કાર્તિક (Dinesh Karthik) અને અને ઋષભ પંત (Rishabh Pant) વચ્ચે મેદાન માટે જંગ જેવી સ્થિતિ છે. જોકે પંતનું પલ્લુ ભારે હોવાનું કહેવાય છે.
નવી દિલ્હી: વિશ્વ કપ (World Cup 2019) માટે ભારતીય ટીમ (Team Indai) પસંદગી માટે હવે માંડ બે દિવસ બાકી રહ્યા છે. 15 એપ્રિલે ટીમ ઇન્ડિયા માટે પસંદ કરાયેલ ખેલાડીઓની યાદી જાહેર કરાશે. આમ જોવા જઇએ તો ટીમ માટે મોટા ભાગના ખેલાડીઓનું ચિત્ર સ્પષ્ટ છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલીથી (Virat Kohli) લઇને 15 ખેલાડીઓ પૈકી 13 ખેલાડીઓની પસંદગી લગભગ નક્કી જેવું જ છે. પરંતુ બે ખેલાડીઓ માટે ચાર પાંચ ખેલાડીઓ વચ્ચે ટક્કર છે. જેમાં દિનેશ કાર્તિક (Dinesh Karthik) અને અને ઋષભ પંત (Rishabh Pant) વચ્ચે મેદાન માટે જંગ જેવી સ્થિતિ છે. જોકે પંતનું પલ્લુ ભારે હોવાનું કહેવાય છે.
દિનેશ કાર્તિક અને ઋષભ પંત વચ્ચેના આ જંગમાં કોણ ફાવશે અને ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન બનાવશે એ તો 15 એપ્રિલે જ્યારે ટીમ જાહેર થશે ત્યારે જ ખબર પડશે. પરંતુ દક્ષિણ આફ્રિકાના મહાન ઓલરાઉન્ડર જેક કાલિસનો સ્પષ્ટ મત છે કે વિશ્વ કપ માટે દિનેશ કાર્તિકને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવું જરૂરી છે. દિનેશ કાર્તિક આઇપીએલ 12 સિઝનમાં કોલકત્તા (Kolkata Knight Riders) ટીમનો કેપ્ટન છે. ઋષભ પંત દિલ્હી (Delhi Capitals) ટીમ માટે રમે છે.
આ પણ વાંચો: IPL માટે કર્યો મોટો સવાલા...
જેક કાલિસે કહ્યું કે, દિનેશ કાર્તિકને હું અનુભવ માટે પસંદ કરીશ. વિશ્વ કપમાં અનુભવ જરૂરી છે. તે જાણે છે કે વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે રમવું અને સારી સરેરાશ સાથે બેટીંગ કરતાં મધ્યમક્રમમાં ટીમને મજબૂતી આપે છે. દિનેશ ડોટ બોલ નથી જવા દેતો. જો ટીમ ઇન્ડિયા દિનેશની પસંદગી નથી કરતું તો એ મોટી બેવકૂફી હશે. અહીં નોંધનિય છે કે, વિશ્વ કપ 30 મેથી ઇંગ્લેન્ડમાં રમાશે.
આ પણ વાંચો: ધોનીની હરકત ભારે પડી, મળી સજા
દિનેશ કાર્તિક અત્યારે આઇપીએલની ટીમ કોલકત્તા નાઇટરાઇડર્સનો કેપ્ટન છે. જેક કાલિસ આ ટીમના કોચ છે. કાલિસ દ્વારા કાર્તિકને સમર્થન આપવાનું કારણ એ પણ હોઇ શકે છે કે કોચ કાલિસ પોતાના કેપ્ટન કાર્તિકની રમત નજીકથી જોઇ પારખી શકે છે. આ કારણે તે એમની ખાસિયતો જાણતા હોય.