વિશ્વ કપ 2019: ભારતની સામે ઓસ્ટ્રેલિયાનો પડકાર- જાણો કોનામાં કેટલો દમ!
વિશ્વકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આમને-સામને હશે. ઈતિહાસમાં નજર કરો તો કાંગારૂ ટીમ ભારત પર ભારે પડી છે.
ઓવલઃ વિશ્વ કપ-2019માં આજે ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ મેચમાં જીત મેળવી હતી. તો ઓસ્ટ્રેલિયાએ અફગાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપ્યો છે. આંકડા પ્રમાણે જોઈએ કોન છે કોના પર ભારે.
મુકાબલામાં ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી 136 મેચમાં ભારતે 49 મેચ જીતી છે. તો ઓસ્ટ્રેલિયાએ 77માં વિજય મેળવ્યો છે. 10 મેચોમાં કોઈ પરિણામ આવ્યું નથી. વિશ્વ કપની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ટીમે 8 અને ભારતે ત્રણ મેચ જીતી છે.
હાલની ભારતીય ટીમ પર એક નજર
વનડે રેન્કિંગઃ 2
કેપ્ટનઃ વિરાટ કોહલી
વિશ્વ કપ 2015માં ટીમનું પ્રદર્શન- સેમીફાઇનલ
2019માં ટીમનું પ્રદર્શનઃ સાઉથ આફ્રિકાને છ વિકેટે હરાવ્યું
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ રન- રોહિત શર્મા, 1980, સદી-7
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર- કુલદીપ યાદવ, 19
ટીમની તાકાત- બેટિંગમાં ટોપ-3 (રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી)
બોલિંગ- જસપ્રીત બુમરાહ વિશ્વનો નંબર એક વનડે આંતરરાષ્ટ્રીય બોલર છે
નબળાઇ
મિડલ ઓર્ડરની અત્યાર સુધી યોગ્ય રીતે ચકાસણી થઈ નથી. સ્પિનર કુલદીપ યાદવનું પ્રથમ મેચમાં સારૂ પ્રદર્શન રહ્યું નથી. આ સિવાય ફીલ્ડિંગમાં પણ ચિંતાનો વિષય છે.
એક્સ મેન
કાંડાના સ્પિનર કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ
પસંદગીને લઈને દુવિધા
આમ તો કોઈ ફેરફારની જરૂર નથી. પરંતુ શમીને ટીમમાં ભુવનેશ્વરના સ્થાને સામેલ કરી શકાય છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના સહાયક કોચ રિકી પોન્ટિંગનું માનવું છે કે એક સ્પિનરના સ્થાન પર પણ શમીને સામેલ કરી શકાય છે.
માનસિક સ્થિતિ
ટીમ જીત બાદ આત્મવિશ્વાસથી ભરપૂર છે. સાઉથેમ્પ્ટનની બાઉન્સી વિકેટ પર ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
છેલ્લી પાંચ મેચોમાં પ્રદર્શન- WWLLL
ઓસ્ટ્રેલિયાની વાત
વનડે રેન્કિંગ- 5
કેપ્ટન- એરોન ફિન્ચ
વિશ્વ કપ 2015માં પ્રદર્શનઃ ચેમ્પિયન
વિશ્વકપ 2019માં પ્રદર્શનઃ અફગાનિસ્તાનને સાત વિકેટે હરાવ્યું, વેસ્ટ ઈન્ડિઝને 15 રને હરાવ્યું
તાકાત- મજબૂત ઓલરાઉન્ડ ટીમ. ખાસ કરીને સ્મિથ અને વોર્નર બાદ તે વધુ મજબૂત થઈ છે.
નબળાઇઃ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાનું ખરાબ ફોર્મ
એક્સ મેનઃ ઓલરાઉન્ડર્સ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ.
ભારત વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન- એરોન ફિન્ચસ 1013. 2 સદી
ભારત વિરુદ્ધ સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર- પેટ કમિન્સ, 18 વિકેટ
પસંદગીમાં દુવિધા
આમ તો કોઈ ફેરફારની જરૂર નથી. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેન ઓફ ધ મેચ રહેલા ઓલરાઉન્ડર કુલ્ટર નાઇલે કહ્યું હતું, કે આગામી મેચમાં તેનું સ્થાન પાક્કુ નથી. તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 60 બોલમાં 92 રન ફટકાર્યા હતા. પરંતુ બોલિંગમાં 70 રન આપ્યા હતા.
શું છે સ્થિતિઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ખરાબ શરૂઆત બાદ પણ જીત હાસિલ કરવાથી ટીમની માનસિક સ્થિતિને ફાયદો થયો.
છેલ્લી પાંચ મેચ- દરેક મેચમાં વિજય મેળવ્યો.
વિશ્વકપમાં રમાયેલી 11 મેચોમાં ઓસ્ટ્રેલિયાએ 8માં તો ભારત ત્રણમાં જીત મેળવી છે. પરંતુ બે મેચ એવા છે જે ભારત માત્ર એક રને હાર્યું.
ધ્યાન આપનારૂ તથ્ય
ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાની છેલ્લી સતત 10 વનડે મેચ જીતી છે.