નવી દિલ્હી : આવતા મહિને યોજાનારા વર્લ્ડ કપ (World Cup 2019) માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ચુકી છે. આ ટીમ માટે ત્રણ સ્પેશ્યલિસ્ટ ફાસ્ટ બોલર પસંદ કરવામાં આવ્યા છે. આ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર છે. આ ત્રણેય બોલર 100થી વધારે ઇન્ટરનેશનલ મેચ રમી ચુક્યા છે. જો કે આશીષ નેહરા (Ashish Nehra)ને લાગે છે કે એક બોલર એવો પણ છે જે આ વર્લ્ડકપમાં ભારત માટે ડેબ્યુ કરી શકે છે. આ બોલરનું નામ નવદીપ સૈની ( Navdeep Saini) છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCTC હવે ઉધારમાં આપશે ટિકિટ, પૈસા વગર મળશે તમને ટિકિટ

હરિયાણામાં જન્મેલા નવદીપ સૈની સ્થાનીક ક્રિકેટમાં દિલ્હી માટે રમે છે. તે આઇપીએલમાં વિરાટ કોહલીની કેપ્ટન્સીવાળી બેંગ્લુરૂ (Royal Challengers Bangalore) ટીમનો હિસ્સો છે. 26 વર્ષનાં નવદીપે આઇપીએલમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. તેમની સૌથી વધારે ચર્ચા ફાસ્ટ બોલર માટે થઇ રહ્યું છે. તેઓ આઇપીએલમાં 150 કિમી/કલાકની સ્પીડથી અનેક બોલ ફેંકી ચુક્યા છે. આઇપીએલમાં તેમને ફાસ્ટ બોલ માત્ર દક્ષિણ આફ્રિકાને કૈગિસો રબાડા જ કરી રહ્યા છે. ભારતીય બોલરમાં નવદીપ ઉપરાંત માત્ર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની 150 કિલોમીટરની સ્પીડથી બોલિંગ કરી રહ્યા છે. 
22 વર્ષ બાદ મળ્યો ન્યાય, સામૂહિક હત્યાકાંડ કેસમાં BJP ધારાસભ્યને જન્મટીપની સજા

બેંગ્લુરૂમાં બોલિંગના કોચ આશીષ નેહરાએ ગુરૂવારે નવદીપ સૈનીના ભારે વખાણ કર્યા, તેમણે કહ્યું કે, તેનાં (નવદીપ) પાસે ગતિ અને ઉછાલ છે. તેનું મનોબળ પણ મજબુત છે. ખાસ કરીને આ ફોર્મેટમાં કારણ કે તે ખુબ જ ઝડપી છે. નેહરાએ કહ્યું કે તેની પાસે સારો બોલર બનવાની ક્ષમતા છે. જુઓ તે આજે શું કહે છે. તે પહેલો સ્ટેન્ડબાય છે. જો કોઇ ફાસ્ટ બોલર ઇજાગ્રસ્ત થાય છે તો તેને વર્લ્ડ કપમાં રમવાની તક આપવામાં આવશે.