પણજીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગનું કહેવું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ કોઈ જંગથી ઓછી નથી. અહીં ગોવા ફેસ્ટ કાર્યક્રમમાં પહોંચેલા સેહવાગે રાજનીતિ સાથે જોડાયેલા સવાલોને નકારી દીધા હતા. તેણે આ સાથે કોઈપણનું નામ લીધા વગર તે વાત પર ભાર આપ્યો કે લોકોને તેવા નેતાની પસંદગી  કરવી જોઈએ જે ઝડપથી નિર્મય લઈ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતના રમવા વિશે તેણે કહ્યું, આ મામલામાં બે વાતો પર ચર્ચાઓ થઈ રહી છે. શું પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ થવું જોઈએ કે નહીં અને શું આપણે પાકિસ્તાન વિરુદ્ધ રમવું જોઈએ. ત્યારબાદ તેણે કહ્યું, આપણે તે કરવું જોઈએ જે દેશના હિતમાં હોય. જ્યારે ભારત પાકિસ્તાન વિરુદ્ધ રમે છે તો તે કોઈ જંગ કરતા ઓછી નથી. આપણે જંગ જીતવો જોઈએ, હારવો જોઈએ નહીં. 


ધોની પર પ્રતિબંધ લાગવો જોઈતો હતો
વીરેન્દ્ર સેહવાગે એક સવાલ પર ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ટીકા કરી. તેણે કહ્યું કે, ધોની પર આઈપીએલના નિયમોના ઉલ્લંઘન કરવાને કારણે બે કે ત્રણ મેચનો પ્રતિબંધ લગાવવાની જરૂર હતી. ધોની રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમાયેલા મેચમાં અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ ડગઆઉટથી મેદાન પર આવી ગયો હતો. વીરૂએ કહ્યું, જો તેણે આ ભારતીય ટીમ માટે કર્યું હોત તો હું ખુશ હોત. મેં તેને ભારતીય ટીમની આગેવાની સમયે આટલા ગુસ્સામાં જોયો નથી. ચેન્નઈ માટે તે થોડો વધુ ભાવુક થઈ રહ્યો છે. 


મત આપો અથવા ફરિયાદ કરવાનું છોડી દો
વીરૂએ આ પહેલા દેશભરના મતદાતાઓને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી હતી. તેણે બુધવારે કહ્યું હતું કે, મત ન આપવા પર તે સરકારને ફરિયાદ કરવાનો અધિકાર પણ ગુમાવી દે છે. વીરૂ તે ખેલ હસ્તિઓમાં સામેલ છે જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકોને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરવાનું કહ્યું હતું.