લીડ્સઃ ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરને લાગે છે વિશ્વકપ મેચમાં શ્રીલંકા સામે થયેલા પરાજયનું કારણ ખરાબ બેટિંગ હતી. બટલરે કહ્યું, અમે બેટથી ખુબ ખરાબ પ્રદર્શન કર્યું. મને લાગે છે કે અમે આક્રમક નહતા. તેનો મતલબ નથી કે અમે ચોગ્ગા છગ્ગા ફટકારવાનો પ્રયાસ ન કર્યો પરંતુ તેનો અર્થ છે કે અમે બોલરો પર દબાવ બનાવવાનો પ્રયત્ન ન કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે કહ્યું, 'શરૂઆતી વિકેટ ગુમાવવાથી ટીમને મોટો ઝટકો લાગે છે જેમ શ્રીલંકા સાથે  થયું જ્યારે અમે શરૂઆતી વિકેટ ઝડપી હતી પરંતુ જ્યાં સુધી દબાવની વાત છે તો અમે અમારૂ સર્વશ્રેષ્ઠ ન કરી શક્યા.'

ICC WC 2019 Point Table: ઈંગ્લેન્ડની હાર બાદ હવે આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ 

ઈંગ્લેન્ડને જેસન રોયની ખોટ પડી જે હેમસ્ટ્રિંગને કારણે ન રમી શક્યો પરંતુ બટલરે તેને બહાનું બનાવવાથી ઇનકાર કરી દીધો હતો. તેણે કહ્યું, અમે એક ટીમ તરીકે સારૂ ન કરી શક્યા અને અમારૂ વલણ તથા આક્રમકતા યોગ્ય નહતી. ચોક્કસપણે જેસન સારો ખેલાડી છે પરંતુ અમે પહેલાથી 11મા ખેલાડી સુધી એક ટીમ તરીકે સારૂ ન કરી શક્યા.