લંડનઃ ફાસ્ટ બોલર કગિસો રબાડાએ સ્વીકાર કર્યો કે, તેની સાઉથ આફ્રિકા ટીમે વિશ્વકપમાં પોતાના નિષ્ફળ અભિયાનમાંથી બોધપાઠ લેવો પડશે. ફાફ ડુ પ્લેસિસની ટીમ 2 મેચ બાકી રહેતા નોકઆઉટની દોડમાંથી બહાર થઈ ગઈ છે. આ બીજીવખત છે જ્યારે આફ્રિકા વિશ્વકપના નોકઆઉટ સ્ટેજમાં પહોંચી શક્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાસ્ટ બોલર રબાડાએ કહ્યું, 'આ વિશ્વકપમાં ઘણીવાર અમારા નસિબ ખરાબ રહ્યાં. ઘણીવાર અમે સારૂ પ્રદર્શન ન કર્યું. અમારે બોધપાઠ લેવો પડશે. આ સરળ નથી પરંતુ અમારે અહીંથી શીખવું પડશે. તમે ટોપ પર રહેવા માગો છે પરંતુ તે સરળ નથી.'

World Cup 2019: આવો સંયોગ રહ્યો તો ફરી એકવાર ચેમ્પિયન બની શકે છે પાકિસ્તાની ટીમ!

તેણે કહ્યું, 'ઉતાર અને ચઢાવ રમતનો ભાગ છે.' આફ્રિકાએ હવે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમવાની છે. રબાડાએ કહ્યું, હવે અમારે આગળ વિચારવાનું છે અને સકારાત્મક રહીને વાપસી કરવી છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર બોલરે કહ્યું, 'મેં આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ વિશ્વકપમાં મારૂ પ્રદર્શન સરેરાશ રહ્યું. હું તેનાથી વધુ સારૂ કરી શકતો હતો.'