મેનચેસ્ટર: આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન પર શાનદાર જીતની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી. બેંગલુરુથી લઇને અમૃતસર સુધી અને મુંબઇથી લઇને સિલીગુડી સુધી ટીમ ઇન્ડિયાના ફેન્સે ફટાકડા ફોડ્યા અને ધ્વજ લઇને રસ્તા પર હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. તો ક્યાંક ઢોલ નગાડા સાથે ડાન્સ કરતા લોકો જોવા મળ્યા, તો કેટલીક જગ્યાઓ પર મિઠાઇઓ વહેંચતા જોવા મળ્યા હતા. યૂપીની રાજધાની લખનઉમાં કંઇક આવો નજારો મોડી રાત સુધી જોવા મળ્યો હતો.


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...