ન્યૂઝીલેન્ડને વિશ્વ કપમાં પોતાના પ્રદર્શન પર ગર્વ થવો જોઈએઃ ડેનિયલ વિટોરી
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરીનું માનવું છે કે ટીમને વિશ્વ કપમાં પોતાના પ્રદર્શન પર ગર્વ થવો જોઈએ.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરીનું માનવું છે કે ટીમને વિશ્વકપમાં પોતાના પ્રદર્શન પર ગર્વ હોવો જોઈએ અને આગળની મેચો માટે તેણે સકારાત્મક રૂપ લેવું જોઈએ. વિટોરીએ આઈસીસી માટે પોતાની કોલમમાં લખ્યું આ વિશ્વ કપ ફાઇનલમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ, બંન્ને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
તેણે કહ્યું, બંન્ને ટીમો શાનદાર હતી. પ્રત્યેક સમયે બંન્ને ટોપ પર હતી અને પછી તેણે તેને પોતાના નિયંત્રણમાં લીધી હતી. તેથી તમે આ મેચના ઘણા ભાગનું વિશ્લેષણ કરી શકો છો.
વિટોરીએ આ સાથે કહ્યું, 'ન્યૂઝીલેન્ડના ખેલાડી ઘરે પરત ફરવા પર નિરાશ હશે, પરંતુ ફાઇનલમાં તેણે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે, તેને પર તેમને હંમેશા ગર્વ થવો જોઈએ.'
ભારતીય ટીમના કોચ બનવા માટે જરૂરી છે આ લાયકાત અને અનુભવ, BCCIએ કરી જાહેરાત
પૂર્વ કેપ્ટને પોતાના ખેલાડીઓની પ્રશંસા કરતા કહ્યું, 'જિમી નીશમે શાનદાર કામ કર્યું. લોકી ફર્ગ્યુસને પણ ધમાકેદાર વિકેટ ઝડપી હતી. ટોમ લાથમે બેટથી કમાલનું પ્રદર્શન કર્યું હતું. આ મેચથી નકારાત્મક વસ્તુ કરતા સકારાત્મક વાત વધુ છે.'
પૂર્વ લેફ્ટ આર્મ સ્પિનરે આ સાથે ઈંગ્લેન્ડની પ્રશંસા કરી, જેણે ઘરેલૂ દર્શકો સામે દવાબમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. તેણે કહ્યું, 'ઈંગ્લેન્ડે ત્રણ અન્ય સેમિફાઇનલિસ્ટ ટીમને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ રીતે તમે તેના પ્રદર્શનને નબળુ ન આંકી શકો.'