નવી દિલ્હીઃ પાકિસ્તાને ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપ-2019 માટે ગુરૂવારે પોતાની ટીમની જાહેરાત કરી છે. 15 સભ્યોની આ ટીમ માટે સરફરાઝ અહેમદને કેપ્ટન બનાવાયો છે. ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહેલા મોહમ્મદ હફીઝ પર પસંદગીકર્તાઓએ વિસ્વાસ મુક્યો છે, પરંતુ ફોર્મથી બહાર ચાલી રહેલા ચેમ્પિયન બોલ મોહમ્મદ આમિરને ટીમમાં સ્થાન મળ્યું નથી. આસિફ અલી પણ સ્થાન મેળવી શક્યો નથી. ઉલ્લેખનીય છે કે, 30 મે, 2019થી વર્લ્ડ કપની શરૂઆત થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICCની વેબસાઈટ મુજબ પાકિસ્તાનના પસંદગીકર્તાઓએ ગુરુવારે બે ટીમની જાહેરાત કરી હતી. પ્રથમ ટીમ (15 સભ્યો) જે વર્લ્ડ કપ રમશે અને બીજી ટીમ (17 સભ્યો), જે ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન વનડે શ્રેણી રમશે. ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે પસંદ કરવામાં આવેલા મોહમ્મદ આમિર અને આસિફ અલીને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું નથી. બાકીના તમામ ખેલાડી બંને શ્રેમી માટે પસંદ કરાયા છે. 


પાકિસ્તાન વર્લ્ડ કપ માટે ટીમ જાહેર કરનારો 8મો દેશ છે. વર્લ્ડ કપ માટે સૌથી પહેલા ન્યુઝીલેન્ડે ટીમની જાહેરાત કરી હતી. ત્યાર પછી ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશે કરી હતી. પાકિસ્તાન, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાએ આજના દિવસે એટલે કે 18 એપ્રિલના રોજ પોતાની ટીમોની જાહેરાત કરી છે. હવે માત્ર વેસ્ટ ઈન્ડીઝ અને અફઘાનિસ્તાનની ટીમની જાહેરાત બાકી રહી છે. 


World Cup 2019: શ્રીલંકાએ ટીમની કરી જાહેરાત, આશ્ચર્યજનક ખેલાડીઓનો સમાવેશ


આમિર અને આસિફ રિઝર્વ ખેલાડી
પસંદગીકર્તા ઈમ્ઝમામે જણાવ્યું કે, આક્રમક બેટ્સમેન આસિફ અલી અને મોહમ્મદ આમિરને ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી અને વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચ માટે રિઝર્વ ખેલાડી તરીકે રખાયા છે. જો બંને ખેલાડી વનડે શ્રેણી અને ટી20માં અસામાન્ય પ્રદર્શન કરશે તો પસંદ થયેલા ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાની સ્થિતિમાં વર્લ્ડ કપમાં કવર તરીકે તેમના નામ પર વિચાર કરાશે. જો તેમની જરૂર નહીં હોય તો વનડે શ્રેણી પછી તેઓ સ્વદેશ પાછા ફરશે. 


World Cup 2019: દક્ષિણ આફ્રીકાના દિગ્ગજે કહ્યું- અમારી પાસે 11 નંબર સુધી મેચવિનર છે


ટીમમાં 3 ઓપનર, 2 સ્પિનર અને 5 પેસર
પાકિસ્તાનની વર્લ્ડ કપની ટીમમાં 3 ઓપનર, 4 મિડલ ઓર્ડરના બેટ્સમેનને સ્થાન અપાયું છે. સરફરાઝ અહેમદ વિકેટકીપર અને બેટ્સમેન છે. આ ઉપરાંત ટીમમાં બે સ્પિનર અને 5 ફાસ્ટ બોલરને સ્થાન મળ્યું છે. મુખ્ય પસંદગીકર્તાએ જણાવ્યું કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરાઈ છે. 


વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ
સરફરાઝ અહેમદ(કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ-ઉલ-હક, આબિદ અલી, બાબર આઝમ, શોએબ મલિક, મોહમ્મદ હફીઝ, શાદાબ ખાન, ઈમાદ વસીમ, હસન અલી, ફહીમ અશરફ, શાહીન અફરીદી, જૂનૈદ ખાન, મોહમ્મદ હસનૈન, હેરિસ સોહેલ. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...