અમારી પાસે વિશ્વકપ 2019 જીતવાની શાનદાર તકઃ શોએબ મલિક
પાકિસ્તાની ઓલરાઉન્ડર ખેલાડી શોએબ મલિકને લાગે છે કે, આ વખતે તેની ટીમ વિશ્વકપ 2019ની વિજેતા બની શકે છે. મલિક પ્રમાણે આ વખતે પાક ટીમ સાથે બોલરો અને બેટ્સમેનોનું સારૂ મિશ્રણ છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાની ઓલરાઉન્ડર ક્રિકેટ શોએબ મલિકને આશા છે કે તેની ટીમ આ વખતે વિશ્વકપમાં વિજેતા બની શકે છે. મલિકે કહ્યું કે તેની ટીમમાં આ વખતે બોલર અને બેટ્સમેનોનું સારૂ મિશ્રણ છે, જે પ્રદર્શન કરવાનું જાણે છે. તેવામાં આ શાનદાર કોમ્બિનેશન ટીમને ટૂર્નામેન્ટ જીતવામાં મદદ કરશે. પરંતુ સાથે મલિકે કહ્યું કે, આ ત્યારે સંભવ છે જ્યારે તેની ટીમ અન્ય ટીમો કરતા શાનદાર પ્રદર્શન કરે.
શોએબ મલિકે સ્કાઈ સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું, હું માનું છું કે આ વખતે અમારી પાસે વિશ્વકપ જીતવાની શાનદાર તક છે. પરંતુ માત્ર તકથી કશું થતું નથી. દરેક મેચમાં અમારે વિરોધી ટીમ સાથે કેમ રમવું છે અને કેવું પ્રદર્શન કરવું છે તેના પર નિર્ભર છે. પ્રદર્શનથી જ સાબિત થશે અમે ક્યાં સુધી પહોંચી શકીએ.
36 વર્ષના મલિકે કહ્યું, હા અમારી પાસે વિશ્વકપ જીતવાની શાનાદર તક છે. પરંતુ માત્ર ક્ષમતાઓ હોવાથી તમે જીતી શકતા નથી. પ્રદર્શનથી જીત મળે છે. આ ઓલરાઉન્ડર બેટ્સમેને કહ્યું, અમારી વનડે ટીમની પાસે બોલરો અને બેટ્સમેનોનું સારૂ કોમ્બિનેશન છે અને તે પોતે આ વિશ્વકપ પોતા માટે યાદગાર બનાવવા ઈચ્છે છે. પાકિસ્તાની ટીમ આ વિશ્વકપમાં 31 મેથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. બાદમાં તેની ટક્કર ઈંગ્લેન્ડ સામે થશે અને 16 જૂને કટ્ટર હરીફ ભારત વિરુદ્ધ ટકરાશે.