વર્લ્ડ કપઃ સેમિફાઇનલની જંગ, પાકિસ્તાન સહિત આ 3 ટીમ ઈચ્છશે ઈંગ્લેન્ડ પર ભારતની જીત
વિશ્વ કપ 2019મા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકાની સફર હવે ઈંગ્લેન્ડની રમત પર ટકેલી છે. ત્રણેય ટીમો હવે યજમાન ટીમની હારની દુવા કરશે. આ સાથે સેમિફાઇનલમાં પહોંચવા માટે ત્રણેય પોતાની બાકીની તમામ મેચ જીતવાની જરૂર પડશે.
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019 હવે મોટા રસપ્રદ મોડ પર પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડ અને ભારતની પાસે હાલમાં પોતાના દમ પર સેમિફાઇનલમાં જગ્યા બનાવવાની તક છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકાની સ્થિતિ એવી છે કે તે ત્રણેય ટીમ ઈચ્છશે કે ઈંગ્લેન્ડ પોતાની બાકી બે મેચોમાંથી ઓછામાં ઓછી એક મેચ કે બંન્ને મેચ હારે. અહીં વિસ્તારથી સમજો આ કેમ છે...
ઓસ્ટ્રેલિયા પહેલા જ સેમિફાઇનલમાં
ઓસ્ટ્રેલિયા 12 પોઈન્ટની સાથે પહેલા સેમિફાઇનલમાં જગ્યા પાક્કી કરી ચુક્યું છે. તો અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ માટે આ સફર પૂરી થઈ ગઈ છે. આ સિવાય બાકી ટીમો બચી છે તેની વચ્ચે સેમિફાઇનલનો જંગ થવાનો છે. તેમાં ન્યૂઝીલેન્ડ, ભારત, ઈંગ્લેન્ડની સાથે-સાથે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા સામેલ છે.
ત્રણેય ટીમ ઈચ્છશે કે ભારતની જીત, ઈંગ્લેન્ડની હાર
27 જૂન બાદ ભારતનો આગામી મેચ 30 જૂને યજમાન ઈંગ્લેન્ડ સામે છે. આ મેચ ભારતીય ફેન્સની સાથે-સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ફેન્સ અને અન્ય ટીમો પણ ઈચ્છશે કે ભારત ઈંગ્લેન્ડને હરાવે. હકીકતમાં ઈંગ્લેન્ડ હાલમાં ચોથા સ્થાન પર છે અને ત્યારબાદ બે મેચ (ભારત અને ન્યૂઝીલેન્ડ) વચ્ચે છે. જો તે જીતે તો 12 પોઈન્ટની સાથે સેમિફાઇનલમાં પહોંચી જશે અને બાકી ટીમો માટે રસ્તો બંધ થઈ જશે.
પાકિસ્તાનના 7 મેચોમાં સાત પોઈન્ટ છે. હવે તે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે. તે બંન્ને મેચ જીતે તો તેના 11 પોઈન્ટ થઈ જશે. તેનો રસ્તો સાફ થવા માટે ઈંગ્લેન્ડે ઓછોમાં ઓછી એક મેચ હારવી પડશે. આવી સ્થિતિ બાંગ્લાદેશની છે. તેની એક મેચ ભારત અને એક પાકિસ્તાન સામે છે. તેણે પણ બંન્ને જીતવાનો પ્રયત્ન અને ઈંગ્લેન્ડની હારની દુવા કરવી પડશે.
વર્લ્ડ કપ સેમિફાઇનલઃ બાકી ત્રણ કોણ? ભારત સહિત આ છ ટીમો વચ્ચે જંગ
ત્રીજી ટીમ છે શ્રીલંકા. તેણે 6 મેચોમાં 6 પોઈન્ટ મેળવ્યા છે. બાકી ત્રણ મેચ (ભારત, આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝ)ને હરાવીને તે 12 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. પરંતુ ઈંગ્લેન્ડના પણ 12 પોઈન્ટ થયા તો તે રન રેટમાં લંકા કરતા આગળ નિકળી જશે. તેવામાં લંકા પણ ઈચ્છશે કે ઈંગ્લેન્ડ એક મેચ હારે.