નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મની ખુબ જૂની છે. તેથી દરેક મુકાબલા પહેલા માત્ર ખેલાડીઓથી લઈને પ્રશંસકો પોતાની ટીમને સલાહ આપવામાં પાછળ રહેતા નથી. તો પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન કેમ સલાહ ન આપે, જે પોતે વિશ્વકપ જીતી ચુક્યા છે. પરંતુ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદે તેની સલાહ ન માની અને એવું કામ કર્યું જે મેચના પ્રથમ ભાગમાં ભારે પડી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપમાં રવિવારે માનચેસ્ટરમાં મેચ રમાઇ રહી છે. આ મેચના એક દિવસ પહેલા ક્રિકેટર રહી ચુકેલા પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પાંચ ટ્વીટ કર્યાં. તેમણે પોતાના ચોથા ટ્વીટમાં લખ્યું, સરફરાઝે આ મેચમાં આક્રમક રણનીતિ સાથે ઉતરવું જોઈએ. તેણે પ્લેઇંગ ઇલેવનમાં નિષ્ણાંત બેટ્સમેન અને બોલર સામેલ કરવા જોઈએ. 


World Cup 2019: વિરાટે તોડ્યો સચિનનો રેકોર્ડ, વનડેમાં પૂરા કર્યા સૌથી ઝડપી 11000 રન


સંયોજથી સરફરાઝે આ મેચમાં ટોસ જીત્યો. તેણે ટોસ જીતીને કહ્યું કે, તે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરશે. ત્યારબાદ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી. સરફરાઝને આશા હશે કે બોલરો નવા બોલનો ફાયદો ઉઠાવીને શરૂઆતી સફળતા અપાવશે. પરંતુ તેમ ન થયું. મહત્વની વાત છે કે સરફરાઝે કબુલ કર્યું કે, પિચ બેટિંગ માટે સારી છે. 


ભારતે બેટિંગ માટે અનુકૂળ પિચ પર સારી શરૂઆત કરી હતી. રોહિત શર્માએ સદી અને રાહુલ તથા કેપ્ટન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. ભારતનો સ્કોર 300ને પાર પહોંચી ગયો છે.