નવી દિલ્હીઃ આ વિશ્વકપમાં એક પણ મેચ ન હારનારી ન્યૂઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. તેના આ તાજને હટાવવા માટે ભારતે પડકાર રજૂ કર્યો છે. ન્યૂઝીલેન્ડની જેમ ભારત એકપણ મેચ ગુમાવી નથી. તો આ લડાઈમાં ઓસ્ટ્રેલિયા પણ પડકાર રજૂ કરી રહી છે. ટૂર્નામેન્ટમાં સર્વાધિક રન બનાવીને બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન નંબર વન બેટ્સમેન છે. બોલરોની યાદીમાં જોફ્રા આર્ચર અને ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક અને પાકિસ્તાનના મોહમ્મદ આમિર સંયુક્ત રૂપથી પ્રથમ નંબર પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા 12મા વિશ્વકપના પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ સૌથી વધુ 11 પોઈન્ટ હાસિલ કરીને નંબર વન ટીમ છે. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી એકપણ મેચ ગુમાવી નથી. તેણે 6માથી પાંચમાં જીત મેળવી છે જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. આ લિસ્ટમાં ભારત ત્રીજા સ્થાન પર છે અને તે નંબર વન ન્યૂઝીલેન્ડને મોટો પડકાર આપી રહ્યું છે. ભારતે અત્યાર સુધી ચાર મેચોમાં જીત મેળવી છે જ્યારે તેની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ ચુકી છે. 


ન્યૂઝીલેન્ડ અને ભારત જ એવી ટીમ છે જે આ વિશ્વકપમાં એકપણ મેચ હારી નથી. પોઈન્ટ ટેબલમાં ભારત 9 પોઈન્ટની સાથે ત્રીજા સ્થાન પર છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયા 6 મેચોમાં 5 જીત અને 1 હારની સાથે 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે પાછલી મેચમાં હારની સાથે ઈંગ્લેન્ડની ટીમ ચોથા સ્થાન પર છે. બાંગ્લાદેશની ટીમે અફઘાનિસ્તાનને હરાવીને પાંચમું સ્થાન હાસિલ કરી લીધું છે. 



શાકિબ અલ હસન નંબર વન બેટ્સમેન, ભારતનો કોઈ નહીં
વિશ્વકપમાં સર્વાધિક રન બનાવવાની યાદીમાં ભારતનો કોઈ બેટ્સમેન નથી. બેટ્સમેનોમાં બાંગ્લાદેશનો શાકિબ અલ હસન 476 રન બનાવીને ટોપ પર છે. વોર્નર આ યાદીમાં બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડનો જો રૂટ 424 રન સાથે ત્રીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન ફિન્ચ 396 રન બનાવીને ચોથા સ્થાન પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન 373 રન બનાવીને પાંચમાં સ્થાને છે. 


બોલરોમાં જોફ્રા, સ્ટાર્ક અને આમિર નંબર વન
આ વિશ્વકપમાં સર્વાધિક વિકેટ હાસિલ કરનારા બોલરોની યાદીમાં પ્રથમ પાંચ સ્થાનોમાં ભારતનો કોઈ બોલર નથી. આ લિસ્ટમાં પ્રથમ નંબર પર સંયુક્ત રૂપથી ત્રણ બોલર છે. પ્રથમ વિશ્વકપ રમી રહેલા જોફ્રા આર્ચર, ઓસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક અને પાકિસ્તાનનો મોહમ્મદ આમિર 15-15 વિકેટ ઝડપી ચુક્યા છે. આ ત્રણેય સંયુક્ત રૂપથી પ્રથમ સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો લોકી ફર્ગ્યુસન 14 વિકેટ સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડનો માર્ક વુડ 12 વિકેટ ઝડપીને પાંચમાં સ્થાને છે.