લંડનઃ વિશ્વ કપની ફાઇનલ રવિવારે લંડનના લોર્ડ્સ મેદાન પર યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બંન્ને ટીમોની નજર પ્રથમ વખત વિશ્વ વિજેતા બનવા પર છે. વિજેતા બનેલી ટીમને ઈનામ તરીકે 28 કરોડ રૂપિયા આપવામાં આવશે. તો ફાઇનલમાં હારનારી ટીમને 14 કરોડ રૂપિયા મળશે. ચેમ્પિયન બનેલી ટીમને સોના-ચાંદીથી બનેલી 11 કિલોની ટ્રોફી પણ આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીતરફ સૌથી નજર મેન ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડની રેસમાં રોહિત શર્મા, શાકિબ અલ હસન, મિશેલ સ્ટાર્ક, જો રૂટ, કેન વિલિયમસન અને જોફ્રા આર્ચર પર છે. તો ગોલ્ડન બેટની રેસમાં રોહિત સૌથી આગળ છે. તેણે ટૂર્નામેન્ટમાં કુલ 648 રન બનાવ્યા છે. આ મામલામાં બીજા સ્થાન પર ડેવિડ વોર્નર છે. જેણે 647 રન બનાવ્યા છે. 


સ્ટાર્ક સતત બીજા વિશ્વકપમાં નંબર એક બોલર
બોલિંગમાં સ્ટાર્કને ગોલ્ડન બોલ મળવો નક્કી છે. તેના નામે 27 વિકેટ છે. બીજા સ્થાન પર રહેલા મુસ્તફિઝુર રહમાનની 20 વિકેટ છે, પરંતુ તેની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ત્રીજા સ્થાન પર જોફ્રા આર્ચર છે, જેના નામે 19 વિકેટ છે. સ્ટાર્કને પાછળ છોડવા માટે તેણે એક મેચમાં 9 વિકેટ ઝડપવી પડશે, જે અશક્ય કામ છે. સ્ટાર્કે 2015ના વિશ્વ કપમાં સૌથી વધુ 22 વિકેટ ઝડપી હતી.



કોને

કેટલી પુરસ્કાર રકમ

 
વર્લ્ડ ચેમ્પિયન 40 લાખ ડોલર (28 કરોડ રૂપિયા)  
રનર અપ 20 લાખ ડોલર (14 કરોડ રૂપિયા)  
સેમિફાઇનલમાં હારનારી બંન્ને ટીમો 8-8 લાખ ડોલર (5.6 કરોડ રૂપિયા)  
લીગ ચરણમાં મેચ જીતનારી દરેક ટીમને 40-40 હજાર ડોલર (28 લાખ રૂપિયા)  
નોકઆઉટમાં પહોંચનાર દરેક ટીમને 1-1 લાખ ડોલર (70 લાખ રૂપિયા)  
કુલ પુરસ્કાર રકમ

એક કરોડ ડોલર (70 કરોડ રૂપિયા)

 
     

11 કિલો વજનની હોય છે વિશ્વ કપની ટ્રોફી
વિશ્વ કપની ટ્રોફીનું વનજ 11 કિલો હોય છે. આ સોના અને ચાંદીની બને છે. તેની ઉંચાઈ 60 સેન્ટીમિટર હોય છે. તેને બનાવવામાં આશરે બે મહિનાનો સમય લાગે છે. તેમાં એક ગ્લોબ હોય છે, જે સોનાનો બનેલો હોય છે. આ ગ્લો 3 મોટા સ્તંભના સહારે ટકેલો હોય છે. આ 3 સ્તંભોનો આકાર સ્ટમ્પ અને બેલ્સની જેમ હોય છે. આ ટ્રોફીને પ્રથમવાર 1999મા બનાવવામાં આવી હતી. આ ટ્રોફીની વાસ્તવિક પ્રતિ આઈસીસી પોતાની પાસે રાખે છે, જ્યારે વિજેતાને રેપ્લિકા આપવામાં આવે છે. 


વિશ્વ કપની પ્રાઇઝ મની આઈપીએલથી 15 કરોડ વધુ
વિશ્વ કપની કુલ પ્રાઇઝ મની એક કરોડ ડોલર (આશરે 70 કરોડ રૂપિયા) છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની કુલ પ્રાઇઝમ મનીથી આશરે 15 કરોડ રૂપિયા વધુ છે. આઈપીએલ-12ની કુલ પ્રાઇઝ મની 55 કરોડ રૂપિયા હતી. આ વખતે ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 20 કરોડ રૂપિયા મળ્યા હતા. 


ચેમ્પિયન્સ લીગના મુકાબલે વર્લ્ડ કપ ચેમ્પિયનને 122 કરોડ રૂપિયા ઓછા મળશે
ચેમ્પિયન્સ લીગ વિશ્વની સૌથી મોટી ફુટબોલ લીગ છે. તેની વિજેતા ટીમને ઈનામ તરીકે 150 કરોડ રૂપિયા આપવામાં આવે છે. અમેરિકામાં યોજાનારી બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ એનબીએના ચેમ્પિયનને 139 કરોડ રૂપિયા આપવામાં આવે છે. આ બંન્નેની તુલનામાં વનડે વિશ્વ કપ ચેમ્પિયનને ઘણો ઓછા રૂપિયા મળે છે.