કુલદીપ વિશ્વકપ માટે અમારી પ્રથમ પસંદગીનો સ્પિનર હશેઃ રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રીને લાગે છે કે, ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવનું ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટમાં પ્રદર્શન તેને ઈંગ્લેન્ડમાં યોજાનારી આગામી વિશ્વકપની પ્લેઇંગ ઈલેવનમાં પસંદગી માટે પ્રથમ પસંદનો સ્પિનર બનાવે છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ વનડે મોડમાં આવી ગઈ છે. ટીમ હવે ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ રમશે, પરંતુ તેના મજગમાં વિશ્વ કપ (World Cup 2019) હશે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપને કારણે જ પોતાની ટીમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ વચ્ચે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ વર્લ્ડ કપ માટે ટીમની પસંદગીના સ્પિનરનો પણ ખુલાસો કર્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વનડે 12 જાન્યુઆરીથી રમાશે, જ્યારે વિશ્વકપ 30 મેથી શરૂ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારત તરફથી ત્રણ ત્રણ સ્પેશિયલ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ રમ્યા હતા. તેમાં સૌથી પ્રભાવશાળી કુલદીપ રહ્યો, જેણે ચોથી ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. કોચ રવિ શાસ્ત્રીએ તેના આ પ્રદર્શનની ખુબ પ્રશંસા કરી હતી. શાસ્ત્રીને લાગે છે કે કુલદીપનું ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રદર્શન તેને વિશ્વ કપ માટે પ્રથમ પસંદનો સ્પિનર બનાવી દે છે.
કોચ રવિ શાસ્ત્રીએ એક ટીવી ચેનલને કહ્યું, કુલદીપ તેનાથી વિશ્વ કપ માટે ખેલાડીઓની જમાનમાં આવી ગયો. તે લગભગ વિશ્વકપ રમનારી દરેક ભારતીય અંતિમ ઇલેવનમાં સામેલ થઈ શકે છે, કારણ કે તેને કાંડાથી સ્પિન કરવામાં ફાયદો મળશે. અમારે લગભગ બે ફિંગર સ્પિનરો વચ્ચે પસંદગી કરવાની જરૂર હશે કારણ કે કાંડાનો આ સ્પિનર હવે પ્રાથમિકતાની યાદીમાં છે.
કોફી વિથ કરણમાં વિવાદ, BCCIએ હાર્દિક પંડ્યા અને રાહુલને મોકલી કારણદર્શક નોટિસ
યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે પણ 350 રન બનાવીને પ્રભાવિત કર્યો અને તે સર્વાધિક રન બનાવનાર ખેલાડીઓમાં બીજા સ્થાન પર છે. પરંતુ તેને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે પસંદ કરાયેલી વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. શાસ્ત્રીએ કહ્યું કે, પંતને મેચ ફિનિશ કરવાની કલા શીખવાનું વિશેષ કામ આપવામાં આવ્યું છે, જે વિશ્વકપ દરમિયાન ભારત માટે ખૂબ મહત્વનું હશે.
કોચ શાસ્ત્રીએ કહ્યું, અમે તેને પરત જવાનું કહ્યું કારણ કે તે સતત ક્રિકેટ રમી રહ્યો છે. મને લાગે છે કે, તેને બે સપ્તાહ આરામ કરવાની જરૂર છે અને તે ફરી ભારત એ ટીમ સાથે જોડાશે. તેને એક વિશેષ કામ કરવાનું કહેવામાં આવ્યું છે, જે મેચ ફિનિશ કરવાનું છે અને ત્યારબાદ તે ટીમમાં સામેલ થઈ જશે. ટીમની આલોચનાઓ વિશે રવિ શાસ્ત્રીએ કહ્યું, લોકો શું કહે છે. કોણ ચિંતા કરે છે? સ્કોરબોર્ડ જુઓ, પરિણામ જુઓ અને બાકી બધુ ઈતિહાસ છે.