નવી દિલ્હીઃ રોહિત શર્માના નામ પર એકદિવસીય આંતરરાષ્ટ્રીયમાં રેકોર્ડ ત્રણ બેવડી સદી નોંધાયેલી છે અને તે ઓપનિંગ બેટ્સમેન 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં લાંબી ઈનિંગ રમીને પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરીને સૌરવ ગાંગુલીને 20 વર્ષ જૂના ભારતીય રેકોર્ડને તોડવાનો પ્રયત્ન કરશે. રોહિત જ નહીં મુખ્ય ક્રમના અન્ય બે બેટ્સમેનો કેપ્ટન વિરાટ કોહલી અને શિખર ધવન મોટી ઈનિંગ રમીને વિશ્વ કપમાં એક ઈનિંગમાં સર્વોચ્ચ સ્કોરનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કરવા માટે કોઈ કસર છોડશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર ચાર વર્ષે રમાનારા આ ક્રિકેટના મહાકુંભમાં આમ તો બેવડી સદી લાગી છે પરંતુ ભારત તરફથી સર્વોચ્ચ સ્કોર 183 રન છે જે ગાંગુલીએ 1999માં ટાઉન્ટમાં શ્રીલંકા વિરુદ્ધ બનાવ્યા હતા. ત્યારબાદ વિશ્વ કપમાં માત્ર બે એવસરો પર ભારતીય બેટ્સમેનોએ 150નો સ્કોર પાર કર્યો. વીરેન્દ્ર સહેવાગની પાસે 2011માં બાંગ્લાદેશ વિરુદ્ધ ઢાકામાં ગાંગુલીનો રેકોર્ડ તોડવાની તક હતી પરંતુ કપિલ દેવની 1983માં રમેલી ઐતિહાસિક અણનમ 175 રનની ઈનિંગની બરોબરી કરીને પેવેલિયન પરત આવી ગયો હતો. 


વિશ્વ કપમાં 2 સદી છે વિરાટના નામે
સચિન તેંડુલકરે 2003માં નામીબિયા વિરુદ્ધ પીટર મૈરિટઝબર્ગમાં 152 રન બનાવ્યા હતા. વનડેમાં પ્રથમ બેવડી સદી ફટકારનાર તેંડુલકરનો આ વિશ્વકપમાં સર્વોચ્ચ સ્કોર પણ છે. ઈંગ્લેન્ડની પિચો વિશે કહેવામાં આવી રહ્યું છએ કે, તે આ સમયે બેટ્સમેનોને વધુ અનુકૂળ છે અને તેના પર એક ઈનિંગમાં 500નો સ્કોર પણ બની શકે છે. તેવામાં ભારતીય ટોપ ક્રમના કોઈપણ બેટ્સમેન પાસેથી મોટી ઈનિંગની આશા કરવામાં આવી રહી છે. તેમાં રોહિત મુખ્ય છે જે વનડેમાં અત્યાર સુધી રેકોર્ડ સાત વખત 150થી વધુનો સ્કોર બનાવી ચક્યો છે અને તેનો ઉચ્ચતમ સ્કોર 264 રન છે જે વિશ્વ રેકોર્ડ છે. 


World Cup 2019: નંબર-4નો પડકાર લેવા તૈયાર છું: કેએલ રાહુલ

રોહિતનો વિશ્વકપમાં સર્વાધિક સ્કોર 137 છે જે તેણે ચાર વર્ષ પહેલા મેલબોર્નમાં બાંગ્લાદેશ વિરુદ્ધ બનાવ્યા હતા. ધવને પણ મેબલોર્નમાં 2015માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 137 રનની ઈનિંગ રમી હતી. જે તેનો વિશ્વકપમાં સર્વોચ્ચ સ્કોર છે. ધવને લિસ્ટ એમાં એક વખત 248 રન બનાવ્યા હતા પરંતુ આ ડાબા હાથનો બેટ્સમેન વનડેમાં એકપણ વખત 150 કરતા વધુ રન બનાવી શક્યો નથી. જ્યાં સુધી કેપ્ટન કોહલીનો સવાલ છે તો વિશ્વકપમાં તેના નામ પર બે સદી નોંધાયેલી છે પરંતુ તેનો સર્વોચ્ચ સ્કોર 107 રન છે જે તેણે 2015માં પાકિસ્તાન વિરુદ્ધ એડિલેડમાં બનાવ્યો હતો. 


હાલની ટીમમાં મિડલ બેટ્સમેનમાં માત્ર ધોનીને છે વિશ્વકપ રમવાનો અનુભવ
કોહલીએ આમ તો ચાર વખત 150થી વધુનો સ્કોર બનાવ્યો છે અને તેનો સર્વાધિક સ્કોર 183 રન છે. ભારતીય કેપ્ટન વિશ્વકપમાં મદદગાર પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને બેવડી સદી ફટકારનારા બેટ્સમેનોમાં પોતાનું નામ લખાવવાનો પ્રયત્ન કરશે. ભારતની વર્તમાન ટીમમાંથી મધ્યમક્રમના બેટ્સમેનોમાં માત્ર એમએસ ધોની છે જેને વિશ્વકપ રમવાનો અનુભવ છે. તેણે આ સ્પર્ધામાં ત્રણ અડધી સદી ફટકારી છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 91 રન છે. 


આગામી વિશ્વકપમાં આ ગીત મચાવશે ધૂમ,  ICCએ રિલીઝ કર્યો  VIDEO

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ વિશ્વકપમાં આઠ મેચ રમી છે પરંતુ તેનો સર્વોચ્ચ સ્કોર 23 છે. વિશ્વકપમાં અત્યાર સુધી માત્ર બે બેટ્સમેનો બેવડી સદી ફટકારી શક્યા છે. આ સ્પર્ધામાં સર્વોચ્ચ વ્યક્તિગત ઈનિંગનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલના નામે છે, જેણે 2015માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વેલિંગ્ટનમાં અણનમ 237 રન બનાવ્યા હતા. આ વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે ઝિમ્બાબ્વે વિરુદ્ધ કેનબરામાં 215 રન બનાવ્યા હતા.