સાઉથેમ્પ્ટનઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ-2019ની 15મી મેચમાં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ આમને-સામને હતા. આ મેચ વરસાદને કારણે રદ્દ કરી દેવામાં આવી છે. આ વિશ્વકપમાં બીજી વખત વરસાદને કારણે મેચનું પરિણામ આવી શક્યું નથી. આ મેચમાં ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 7.3 ઓવરમાં 2 વિકેટે 29 રન બનાવ્યા હતા. ડિ કોક (17) અને ફાફ (0) પર બેટિંગ કરી રહ્યાં હતા. ત્યારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ વારેવારે વરસાદનું વિઘ્ન શરૂ રહ્યું અને અંતે આગળની રમત શક્ય ન બનતા અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. બંન્ને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે. મેચ રદ્દ થતાં આ વિશ્વકપમાં આફ્રિકાએ પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી આફ્રિકાએ કુલ 4 મેચ રમી છે. જેમાં ત્રણમાં તેનો પરાજય થયો છે અને એક મેચનું પરિણામ આવી શક્યું નથી. હાલમાં તેની પાસે એક પોઈન્ટ છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝને પણ એક પોઈન્ટ મળતાં તેના 3 પોઈન્ટ થઈ ગયા છે. વિન્ડીઝે અત્યાર સુધી કુલ 3 મેચ રમી છે. જેમાં એકમાં હાર અને એકમાં જીત મળી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. હાશિમ અમલા (6) અને એડન માર્કરમ (5) રન બનાવી આઉટ થયાં હતા. આ બંન્ને સફળતા શેલ્ડન કોટરેલને મળી હતી.  



ઈજાને કારણે આંદ્રે રસેલ આ મેચમાં રમશે નહીં. તો કેમાર રોચને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે સાઉથ આફ્રિકાએ એડન માર્કરમ અને હેન્ડ્રિક્સને ટીમમાં તક આપી છે. 


પ્લેઇંગ ઇલેવન
વેસ્ટ ઈન્ડિઝઃ ક્રિસ ગેલ, ડેરેન બ્રાવો, શાઈ હોપ, નિકોલન પૂરન, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, કાર્લોસ બ્રેથવેટ, એશ્લે નર્સ, શેલ્ડન કોટરેલ, ઓસાને થોમસ, કેમાર રોચ.


આફ્રિકાઃ હાશિમ અમલા, ડિ કોક, ફાફ ડુ પ્લેસિસ, એડન માર્કરમ, રુસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, એન્ડિલે ફેહલુકવાયો, ક્રિસ મોરિસ, કગિસો રબાડા, ઇમરાન તાહિર, હેન્ડ્રિક્સ.