માનચેસ્ટરઃ વિશ્વ કપ સેમિફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયા જ્યારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઉતરશે તો તેની પાસે મનોવૈજ્ઞાનિક સરસાઈ હશે. અત્યાર સુધી રમેલી 9 લીગ મેચમાં ટીમ ઈન્ડિયાએ 7મા જીત હાસિલ કરી, જ્યારે એકમાં હાર મળી અને એક મેચ રદ્દ થઈ ગઈ છે. તો ન્યૂઝીલેન્ડ ત્રણ મેચ ગુમાવીને ચોથા સ્થાન પર છે. આવો જાણીએ આંકડાની જુબાની શું હોઈ શકે છે આ મેચની કહાની.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશ્વ કપમાં ભારતે સૌથી વધુ 86 ટકા મેચમાં જીત હાસિલ કરી છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, આફ્રિકા અને શ્રીલંકા જેવી દિગ્ગજ ટીમોને કારમો પરાજય આપીને અંતિમ ચારમાં જગ્યા બનાવી છે. બીજીતરફ ન્યૂઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામે જીતવા માટે સંઘર્ષ કરવો પડ્યો અને માત્ર 5 રનથી જીત મળી હતી. 


અત્યાર સુધી બેટિંગમાં અવ્વલ વિરાટ સેના, કીવી પાછળ
વિશ્વ કપમાં અત્યાર સુધીની મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ એવરેજ 6 વિકેટ પર 287 રન રહી છે. તો ન્યૂઝીલેન્ડની એવરેજની વાત કરીએ તો તે માત્ર 241/9 રહી છે. શરૂઆતી 10 ઓવરની બેટિંગની વાત કરીએ તો ભારતની એવરેજ 47 રન એક વિકેટ રહી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ આ મામલે પાછળ રહ્યું છે અને 46 રન પર એવરેજ તેણે બે વિકેટ ગુમાવી છે. ભારતે 11થી 40 ઓવર દરમિયાન એવરેજ 3 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા છે, જ્યારે ન્યૂઝીલેન્ડ મિડલ ઓવરોમાં 3 વિકેટ પર માત્ર 123 રન બનાવી શક્યું છે. અંતિમ ઓવરમાં બંન્ને ટીમ બરાબર રહી છે. ભારતે 40થી 50 ઓવરોમાં 3 વિકેટ પર 70 રન, જ્યારે ન્યૂઝીલેન્ડની એવરેજ 4 વિકેટ પર 72 રનની રહી છે. 


સ્લોગ ઓવરમાં ધારદાર રહી છે ઈન્ડિયાની બોલિંગ
દાયકાઓ સુધી ભારતીય ટીમને બેટિંગ સાઇડ માનવામાં આવતી હતી, પરંતુ આ ટીમની બોલિંગ પણ શાનદાર છે. અત્યાર સુધી એવરેજની વાત કરીએ તો શરૂઆતી ઓવરોમાં ટીમ ઈન્ડિયાએ 41 રન આપીને એક વિકેટ લીધી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે 51 રન આપીને 1 વિકેટ ઝડપી છે. 11થી 40 ઓવરોમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ પર 160 રન આપ્યા, જ્યારે ન્યૂઝીલેન્ડે પણ 5 વિકેટ હાસિલ કરી, પરંતુ રન 136 આપ્યા. અંતિમ ઓવરોની વાત કરીએ તો 70 રન આપીને ભારતે 4 વિકેટ ઝડપી છે, જ્યારે કીવી ટીમને 3 વિકેટ મળી શકી છે. 

india new zealand semi final: વરસાદથી મેચ ન રમાય તો પણ ફાઇનલ રમશે ભારત, જાણો આ છે કારણ


ટીમ ઈન્ડિયાના પક્ષમાં છે આંકડા
2 નંબર પર છે વર્લ્ડ રેન્કિંગમાં ભારત
1983, 2011મા જીતી ચુક્યુ છે વિશ્વ કપ
15 પોઈન્ટ સાથે ટેબલમાં નંબર વન
1302 રન વિરાટે કીવી ટીમ વિરુદ્ધ બનાવ્યા
647 રન સૌથી વધુ રોહિતે વિશ્વ કપમાં બનાવ્યા
20 વિકેટ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શમીએ લીધી છે
17 વિકેટ સૌથી વધુ આ વિશ્વ કપમાં બુમરાહે ઝડપી છે


નંબરોમાં જાણો વર્લ્ડ નંબર 4 ન્યૂઝીલેન્ડની સ્થિતિ
2015ના વિશ્વ કપ ફાઇનલમાં પહોંચી
11 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા નંબર પર
1117 રન રોસ ટેલરે ભારત વિરુદ્ધ બનાવ્યા
481 રન કેન વિલિયમસને આ વિશ્વકપમાં બનાવ્યા
26 વિકેટ ટીમ સાઉદીએ ભારત વિરુદ્ધ ઝડપી
17 વિકેટ સૌથી વધુ લોકી ફર્ગ્યુસને લીધી
અંતિમ ત્રણ મેચમાં કીવીને મળી હાર