નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019મા સેમિફાઇનલના સમીકરણો ખુબ રસપ્રદ થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડની હારે પાકિસ્તાન માટે સેમિફાઇનલનો દરવાજો ખોલી દીધો છે. પાકિસ્તાન પાસે હવે સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની તક છે. આ સાથે ભારત અને પાકિસ્તાન એકવાર ફરી વિશ્વ કપ સેમિફાઇનલમાં ટકરાઇ શકે છે. જેમ 2011ના વિશ્વકપમાં થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ પર લટકી તલવાર
પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડ 8 પોઈન્ટ સાથે હાલમાં ચોથા સ્થાન પર છે. ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં ધમાકેદાર શરૂઆત કરી હતી, પરંતુ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાર તેને મોંઘી પડી છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડે બાકી 2 મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. પરંતુ ન્યૂઝીલેન્ડ માટે આ પડકાર સરળ નથી. ઈંગ્લેન્ડે હવે બાકી મેચોમાં ન્યૂઝીલેન્ડ અને ભારત જેવી મજબૂત ટીમ સામે રમવાનું છે. આ બંન્ને ટીમો અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. જો ઈંગ્લેન્ડની ટીમ ભારત અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હારી જશે તો, તેના માટે મુશ્કેલી આવી શકે છે. તેવામાં તેના 8 પોઈન્ટ રહી જશે. 


સેમિફાઇનલમાં આમ પહોંચી શકે છે પાકિસ્તાન
દક્ષિણ આફ્રિકા પર જીતથી પાકિસ્તાન માટે દરવાજા ખુલી ગયા છે. પાકિસ્તાનની રાહ ઈંગ્લેન્ડના મુકાબલો થોડી આસાન છે. જો ઈંગ્લેન્ડની ટીમ ભારત અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હારી જાય તો તેના 8 પોઈન્ટ રહી જશે. પાકિસ્તાન ત્યારે ન્યૂઝીલેન્ડ સામે હારે તો પણ મુશ્કેલી નહીં થાય. કારણ કે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ જીતીને તેના 9 પોઈન્ટ થઈ જશે અને તે સેમિફાઇનલમાં પહોંચી જશે. હાલમાં પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનના 6 મેચોમાં 5 પોઈન્ટ છે. 


આમ થઈ શકે છે ભારત-પાકિસ્તાનની સેમિફાઇનલ
ભારત 5 મેચોમાં 9 પોઈન્ટ સાથે હાલમાં ત્રીજા સ્થાન પર છે. ભારત વિશ્વકપમાં અત્યાર સુધી કોઈ મેચ હાર્યું નથી. ભારત 27 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને 30 જૂને ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ બંન્નેને હરાવીને ભારતની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચવા ઈચ્છશે. ભારતે ત્યારબાદ બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે પણ મુકાબલો રમવાનો છે. ત્યાં તેની જીત આસાન લાગી રહી છે. 


હવે વાત રહી ટીમ ઈન્ડિયાની, પરંતુ સૌથી મોટો સવાલ છે કે શું પાકિસ્તાન અને ભારત સેમિફાઇનલમાં હોઈ શકે છે? તેના માટે આ પ્રકારના સમિકરણ બની રહ્યાં છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની રમતને જોતા લાગે છે કે તે ગ્રુપ સ્ટેજમાં 4 નંબર પર રહેશે. જો ગ્રુપ મેચમાં ભારત પોતાની તમામ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ નંબર પર રહે છે તો નિયમો અનુસાર તેની સેમિફાઇનલ મેચ  પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહેલી ટીમ સામે થશે. 


આ સ્થિતિમાં પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને હોવાને કારણે પાકિસ્તાન ટોપ પર રહેનારી ટીમ ઈન્ડિયા સાથે તે માનચેસ્ટર મેદાન પર સેમિફાઇનલ મુકાબલો રમાશે જ્યાં ગ્રુપ સ્ટેજમાં ભારતે તેને પરાજય આપ્યો હતો. બીદીતરફ ઓસ્ટ્રેલિયા બીજા અને ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને રહી તો આ બંન્ને ટીમો વચ્ચે સેમિફાઇનલ થઈ શકે છે. 


બાંગ્લાદેશના ખાતામાં 7 મેચોમાં 7 પોઈન્ટ છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ જીતથી બાંગ્લાદેશની આશા વધી છે. સેમિફાઇનલની રેસમાં બની રહેવા માટે બાંગ્લાદેશે પોતાની બાકી બંન્ને મેચોમાં વિજય મેળવવો પડશે. તેણે આગળ ભારત અને પાકિસ્તાન સામે રમવાનું છે. તેથી તેનો પડકાર આસાન નથી. 


6 મેચોમાં 6 પોઈન્ટની સાથે શ્રીલંકાની ટીમ છઠ્ઠા સ્થાન પર છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત બાદ શ્રીલંકાએ પણ થોડી આશા લગાવી છે. જો બાકી મેચોમાં શ્રીલંકાની ટીમ જીતે તો સેમિફાઇનલમાં સ્થાન મેળવી શકે છે. પરંતુ બાકીની મેચો તેના માટે સરળ નથી. શ્રીલંકાએ હવે સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ભારત સામે રમવાનું છે. 


આ છે પોઈન્ટ ટેબલની હાલની સ્થિતિ


ક્રમ ટીમ મેચ જીત હાર ટાઈ રદ્દ પોઈન્ટ નેટ રનરેટ
1 ઓસ્ટ્રેલિયા 7 6 1 0 0 12 0.906
2 ન્યૂઝીલેન્ડ 6 5 0 0 1 11 1.306
3 ભારત 5 4 0 0 1 9 0.809
4 ઈંગ્લેન્ડ 7 4 3 0 0 8 1.051
5 બાંગ્લાદેશ 7 3 3 0 1 7 -0.133
6 શ્રીલંકા 6 2 2 0 2 6 -1.119
7 પાકિસ્તાન 6 2 3 0 1 5 -1.265
8 વેસ્ટ ઈન્ડિઝ 6 1 4 0 1 3 0.19
9 દક્ષિણ આફ્રિકા 7 1 5 0 1 3 -0.324
10 અફઘાનિસ્તાન 7 0 7 0 0 0 -1.634