ટોનટનઃ  શાકિબ અલ હસન (124*)ની શાનદાર સદી અને લિટન દાસ (94*)ની ઈનિંગ્સની મદદથી બાંગ્લાદેશે અહીં રમાયેલી આઈસીસી વિશ્વકપ 2019ની 23મી મેચમાં રેકોર્ડ રન ચેઝ કરીને વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ વિશ્વકપમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સફળ રનચેઝ છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 321 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે માત્ર 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 322 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ સાથે બાંગ્લાદેશે વિશ્વકપના ઈતિહાસમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા સૌમ્ય સરકાર 23 બોલ પર 29 રન બનાવીને આઉટ થયો હતો. તેણે તમીમની સાથે પ્રથમ વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી. સરકારને આંદ્રે રસેલે આઉટ કર્યો હતો. તમીમ ઇકબાલ આ વિશ્વકપમાં પ્રથમ અડધી સદીથી ચુકી ગયો. તે 48 રન બનાવી રન આઉટ થયો હતો. તેણે શાકિબની સાથે બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી. મુશફિકુર રહીમ માત્ર 1 રન બનાવીને ઓસાને થોમસનો શિકાર બન્યો હતો. 


વેસ્ટ ઈન્ડિઝ તરફથી શાઈ હોપે સૌથી વધુ 96 રન ફટકાર્યા હતા. આ સિવાય ઇવિન લુઇસે 70 અને શિમરોન હેટમાયરે 50 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી મુસ્તફિઝુર રહમાન અને સૈફુદ્દીને સૌથી વધુ 3-3, શાકિબે બે વિકેટ ઝડપી હતી. 


શાઈ હોપ સદી ચુકી ગયો હતો. તે 96 રન બનાવીને મુસ્તફિઝુરનો શિકાર બન્યો હતો. જેસન હોલ્ડરે 15 બોલ પર 33 રન બનાવી સૈફુદ્દીનના બોલ પર આઉટ થયો હતો. 


શિમરોન હેટમાયરે 25 બોલ પર અડધી સદી ફટકારી હતી. તે 26 બોલ પર 50 રન બનાવીને મુસ્તફિઝુરે આઉટ કર્યો હતો. તેણે હોપની સાથે ચોથા વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા ઇવિન લેવિસ 70 રન બનાવીને આઉટ થયો હતો. શાકિબના બોલ પર શબ્બીર રહમાને તેનો કેચ લીધો હતો. લેવિસે હોપની સાથે બીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. 


શૂન્ય પર આઉટ થયા ગેલ અને રસેલ
ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલ ત્રીજી ઓવરમાં શૂન્ય પર આઉટ થયો હતો. તેને સૈફુદ્દીને વિકેટકીપરના હાથે કેચ કરાવ્યો હતો. નિકોલસ પૂરન 30 બોલ પર 25 રન બનાવીને શાકિબના બોલ પર આઉટ થયો હતો. આંદ્રે રસેલને મુસ્તફિઝુર રહમાને ખાતું ખોલાવ્યા વિના આઉટ કર્યો હતો. 


પ્લેઇંગ ઇલેવન
વેસ્ટ ઈન્ડિઝઃ ક્રિસ ગેલ, ઇવિન લુઈસ, શાઈ હોપ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, આંદ્રે રસેલ, જેસન હોલ્ડર, ડેરેન બ્રાવો, શૈનન ગ્રેબિયલ, શેલડન કોટરેલ, ઓસાને થોમસ.


બાંગ્લાદેશઃ તમિમ ઇકબાલ, સૌમ્ય સરકાર, શાકિબ અલ હસન, મુશફીકુર રહીમ, લિટન દાસ, મહમદુલ્લાહ, મોસાદેક હુસૈન, મોહમ્મદ સૈફુદ્દીન, મેહસી હસન, મુશરફે મોતર્જા, મુસ્તફિઝુર રહમાન.  


વેસ્ટ ઈન્ડિઝે પહેલી મેચમાં પાકિસ્તાનને 218 બોલ બાકી રહેતા સાત વિકેટથી પરાજય આપ્યો પરંતુ બાદમાં તેનો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના હાથે પરાજય થયો જ્યારે આફ્રિકા સામે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. 


બાંગ્લાદેશે પોતાની પહેલી મેચમાં આફ્રિકાને 21 રને હરાવ્યું પરંતુ બાદમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો જ્યારે શ્રીલંકા સામે મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. બંન્ને ટીમોનો પ્રયત્ન આજની મેચ જીતીને ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનને પાટા પર લાવવાનો છે. 


જીતળી મળશે પ્રેરણા
ટોનટનના મેદાનની પરિસ્થિતિઓ પરંતુ વેસ્ટ ઈન્ડિઝના બોલરોને અનુકૂળ હશે જેણે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાના ટોપ ક્રમનો ધબડકો કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બાંગ્લાદેશનો ઉત્સાહ પર ઉપર હશે કારણ કે વિશ્વકપ પહેલા આયર્લેન્ડમાં રમાયેલી ત્રિકોણીય સિરીઝમાં તેણે કેરેબિયન ટીમને બે લીગ મેચો બાદ ફાઇનલમાં પણ પરાજય આપ્યો હતો.