World Cup 2019 : દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત, આઉટ ઓફ ફોર્મ અમલા ઈન, ક્રિસ મોરિસ આઉટ
દેશમાં ચાલી રહેલી આઈપીએલમાં દિલ્હી તરફથી રમી રેહલો ક્રિસ મોરિસ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે, તેમ છતાં તેને વર્લ્ડ કપ માટેની દેશની ટીમમાં સ્થાન મળ્યું નથી
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાએ 30 મે, 2019થી લંડનમાં શરૂ થનારા ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. 15 સભ્યોની ટીમનું સુકાનપદ ફાફ ડૂ પ્લેસિસને અપાયું છે. પસંદગીકર્તાઓએ હાશીમ અમલામાં વિશ્વાસ જાળવી રાખ્યો છે, જેનું ફોર્મ છેલ્લા કેટલાક સમયથી એક સમાન રહ્યું નથી. બીજી તરફ, આઈપીએલમાં દિલ્હી તરફથી રમી રેહલો ક્રિસ મોરિસ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે, તેમ છતાં તેને વર્લ્ડ કપ માટેની દેશની ટીમમાં સ્થાન મળ્યું નથી.
દક્ષિણ આફ્રિકાના પસંદગીકર્તાઓએ વર્લ્ડ કપ માટે એક જ વિકેટકીપર ક્વિન્ટન ડિકોકની પસંદગી કરી છે. એટલે કે, જો જરૂર પડશે તો બેક-અપ વિકેટકીપર તરીકે ડેવિડ મિલર ભૂમિકા ભજવશે. રીઝા હેન્ડ્રિક્સને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. 29 વર્ષનો હેન્ડ્રિક્સ મિડલ ઓર્ડર બેટ્સમેન છે અને ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે. હેન્ડ્રિક્સે છેલ્લે ઓગસ્ટ મહિનામાં પ્રથમ વનડે મેચ રમી હતી, ત્યાર પછી તે ટીમમાં છે.
World Cup 2019: પાકિસ્તાનની ટીમની જાહેરાત, મો. આમિર રહેશે રિઝર્વ ખેલાડી
દક્ષિણ આફ્રિકા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરનારો 7મો દેશ છે. વર્લ્ડ કપ માટે સૌથી પહેલા ન્યુઝીલેન્ડે ટીમની જાહેરાત કરી હતી. ત્યાર પછી ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશે કરી હતી. પાકિસ્તાન, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાએ આજના દિવસે એટલે કે 18 એપ્રિલના રોજ પોતાની ટીમોની જાહેરાત કરી છે. હવે માત્ર વેસ્ટ ઈન્ડીઝ અને અફઘાનિસ્તાનની ટીમની જાહેરાત બાકી રહી છે.
World Cup 2019: શ્રીલંકાએ ટીમની કરી જાહેરાત, આશ્ચર્યજનક ખેલાડીઓનો સમાવેશ
જે.પી. ડુમિની આ વર્લ્ડ કપ પછી વન ડે ક્રિકેટમાંથી સન્યાસ લેવાના સંકેત આપી ચૂક્યો છે. લેગ સ્પિનર ઈમરાન તાહિરનો પણ આ અંતિમ વર્લ્ડ કપ હશે. દક્ષિણ આફ્રિકાને ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 30 મેના રોજ યજમાન ઈંગ્લેન્ડ સાથે લંડનમાં રમવાની છે. આ ટૂર્નામેન્ટની ઉદ્ઘાટન મેચ પણ હશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 જૂનના રોજ મેચ રમાશે. ભારતની આ પ્રથમ મેચ હશે.
દક્ષિણ આફ્રિકાની ટીમ
ફાફ ડૂપ્લેસિસ(કેપ્ટન), હાશિમ અમલા, જે.પી. ડુમિની, ડેવિડ મિલર, ક્વિન્ટન ડી કોક(વિકેટકીપર), ડેલ સ્ટેન, એન્ડિલે ફેહલુકવાયો, ઈમરાન તાહિર, કેગિસો રબાડા, ડ્વેન પ્રીટોરિયસ, એનરિક નોર્ત્ઝે, લુંગી એનગિડી, એડેન મારક્રમ, રાસ વાન ડર ડુસેન, તબરેશ શમ્સી.