World Cup 2019: વિશ્વની સૌથી સફળ ઓપનિંગ જોડીને લઈને ઉતરશે ટીમ ઈન્ડિયા
ઈંગ્લેન્ડમાં શરૂ થઈ જવા રહેલા વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાની પાસે વિશ્વની સૌથી સફળ ઓપનિંગ જોડી છે. ભારતીય ટીમને આ ઓપનિંગ જોડી પાસેથી સારી શરૂઆતની આશા છે અને વિરોધી ટીમો માટે શિખર ધવન અને રોહિત શર્માની આ જોડી એક ખતરો છે.
નવી દિલ્હીઃ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગના સંન્યાસ લીધા બાદ ભારતીય ટોપ ઓર્ડરમાં બેટિંગની જવાબદારી સારી રીતે નિભાવી રહેલા રોહિત શર્મા અને શિખર ધવન વર્તમાન સમયમાં વિશ્વની સૌથી સફળ ઓપનિંગ જોડીના રૂપમાં વિશ્વકપમાં પગ મુકશે. રોહિત અને ધવને મળીને અત્યાર સુધી 101 વનડે મેચોમાં ભાગીદાર તરીકે 4541 રન જોડ્યા છે, જે છેલ્લા દસ વર્ષોમાં કોઈપણ ઓપનિંગ જોડીનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ છે. આ બંન્નેએ અત્યાર સુધી 15 સદીની અને 13 અડધી સદીની ભાગીદારી નિભાવી છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાયેલા છેલ્લા વિશ્વ કપ બાદના આંકડા પર પણ નજર કરો તો ત્યારે પણ રોહિત અને ધવન વિશ્વભરની ઓપનિંગ જોડીઓની સાથે અવ્વલ સાબિત થાય છે. ભારતીય જોડીએ આ ચાર વર્ષોમાં 60 મેચોમાં 2609 રન બનાવ્યા, જેમાં 8 સદી અને 7 અડધી સદીની ભાગીદારી સામેલ છે. આ ચાર વર્ષોમાં ઓપનિંગ બેટ્સમેનોમાં સર્વાધિક રન રોહિતના બેટથી નિકળ્યા છે. તેણે 71 મેચોમાં 61.12ની એવરેજથી 3790 રન બનાવ્યા, જેમાં 15 સદી અને 16 અડધી સદી છે. ધવન આ યાદીમાં 67 મેચોમાં 2848 રનની સાથે ચોથા સ્થાન પર છે.
વિશ્વકપમાં ભાગ લઈ રહેલા તમામ ઓપનિંગ બેટ્સમેનોના પ્રદર્શન પર નજર કરીએ તો વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ (9850 રન), સાઉથ આફ્રિકાનો હાશિમ અમલા (7880) અને બાંગ્લાદેશનો તમીમ ઇકબાલ (6636)એ ઓપનર તરીકે રોહિત (6043)થી વધુ રન બનાવ્યા છે, પરંતુ તે ન ભૂલવું જોઈએ કે ભારતીય બેટ્સમેને લાંબા સમય સુધી મધ્યમક્રમની ભૂમિકા નિભાવી હતી. રોહિતે અત્યાર સુધી 206 વનડે મેચ રમી છે તેમાંથી 103 મેચોમાં તેણે મધ્યમક્રમમાં બેટિંગ કરી છે.
World Cup 2019: ટૂર્નામેન્ટમાં અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે બાંગ્લાદેશી ટાઇગર
રોહિતે જાન્યુઆરી જાન્યુઆરી 2013થી નિયમિત તરીકે ઓપનિંગ બેટ્સમેનોની ભૂમિકા નિભાવી અને ત્યારબાદ ઓપનરના રૂપમાં સર્વાધિક રન (6014) તેના નામે નોંધાયેલા છે. ત્યારબાદ બીજા સ્થાન પર ધવન (5286), અમલા (4676), ડિ કોક (4493), માર્ટિન ગુપ્ટિલ (4264) અને એરોન ફિન્ચ (4012)નો નંબર આવે છે.
બ્રિટનમાં 30 મેથી શરૂ થઈ રહેલા ક્રિકેટના મહાકુંભમાં ભાગ લઈ રહેલા અન્ય દેશોની ઓપનિંગ જોડીઓના છેલ્લા વિશ્વ કપ બાદ પ્રદર્શન પર નજર કરીએ તો રોહિત અને ધવન બાદ સાઉથ આફ્રિકાના અમલા અને ડિ કોક (2442), ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો અને જેસન રોય (1675), ઓસ્ટ્રેલિયાના ફિન્ચ અને વોર્નર (1350), પાકિસ્તાનના ફખર જમાન અને ઇમામ ઉલ હક (1269) તથા બાંગ્લાદેશના તમિમ ઇકબાલ અને સૌમ્ય સરકાર (1155)એ આ ચાર વર્ષોમાં મળીને 1000થી વધુ રન બનાવી શક્યા છે.
World Cup 2019: વેસ્ટ ઈન્ડિઝે જાહેર કર્યુ 10 રિઝર્વ ખેલાડીઓનું લિસ્ટ, બ્રાવો, પોલાર્ડ સામેલ