વિજય શંકરના સ્કેન રિપોર્ટમાં કોઈ ફ્રેક્ચર નથી, ટીમ ઈન્ડિયા માટે રાહત
ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકરના જમણા ખભામાં શુક્રવારે બોલ વાગ્યો હતો. તેનો સ્કેન કરાવવામાં આવ્યો અને બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને સમર્થન આપ્યું કે, તેને કોઈપણ પ્રકારનું ફ્રેક્ચર નથી.
લંડનઃ ભારતીય ટીમે ત્યારે રાહતનો શ્વાસ લીધો જ્યારે ઓલરાઉન્ડર વિજય શંકરના સ્કેન રિપોર્ટમાં ખુલાસો થયો કે, તેના જમણા ખભામાં ફ્રેક્ચર નથી. શુક્રવારે ટ્રેનિંગ સત્ર દરમિયાન નેટ બોલર ખલીલ અહમદનો બોલ તેના ખભામાં લાગી ગયો હતો. શંકર મેદાન છોડીને ચાલી ગયો હતો અને સાવચેતી રૂપે તેનો સ્કેન કરાવવામાં આવ્યો જેનો રિપોર્ટ શનિવારે આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, વિજય શંકર જમણા ખભામાં શુક્રવારે બોલ વાગ્યો હતો. તેનો સ્કેન કરાવવામાં આવ્યો અને તેને ફ્રેક્ચર નથી. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેને સ્વસ્થ થવામાં મદદ કરી રહી છે.
WC: વિકેટની પાછળ ધોનીનો રોલ કોહલી માટે મહત્વનો રહેશેઃ તેંડુલકર
તમિલનાડુનો આ ઓલરાઉન્ડર પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન રમ્યો અને મંગળવારે કાર્ડિફમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારા બીજા પ્રેક્ટિસ મેચમાં પણ તેને રમવાની સંભાવના નથી કારણ કે, તેને સ્ક્રેચ છે જેમાંથી યોગ્ય થતાં સમય લાગશે. શંકરે શનિવારે ન્યૂઝીલેન્ડ મેચ પહેલા નેટ સત્ર દરમિયાન એકલાએ થ્રો-ડાઉન બેટિંગ કરી હતી.