સાઉથેમ્પ્ટનઃ અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાએ શિખર ધવનના સ્થાન પર ભલે રિષભ પંતને ટીમમાં સામેલ કરી લીધો હોય પરંતુ સાઉથેમ્પ્ટનમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન નંબર ચારના દાવેદાર વિજય શંકરને ઈજા થઈ છે. પરંતુ તેને વધુ મોટી ઈજા નથી. તેના પગરમાં દુખાવો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓલરાઉન્ડર વિજય શંકરને બુધવારે નેટ સેશન દરમિયાન ઈજા થઈ હતી. વિજય શંકરને ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની એક યોર્કર બોલ પગ પર વાગી હતી. આ યોર્કરથી વિજય શંકરના પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. ત્યારબાદ વિજય શંકરને દુખાવો થતાં તે પ્રેક્સિસ સેશન છોડીને ચાલ્યો ગયો હતો. 


પરંતુ વિજય શંકરની ઈજા ચિંતાનો વિષય નથી. તેના પગમાં દુખાવો છે અને તે ઓછો થઈ રહ્યો છે. તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. મહત્વનું છે કે, વિજય શંકરે પાકિસ્તાન વિરુદ્ધ પોતાની પ્રથમ મેચ રમી હતી, જેમાં તેણે પ્રથમ બોલ પર વિકેટ ઝડપી હતી. આ મેચમાં વિજય શંકરને બે સફળતા મળી હતી. આ સાથે તેણે બેટથી પણ થોડા રન બનાવ્યા હતા.


ભારત માત્ર ઈંગ્લેન્ડ વિરુદ્ધ 'ભગવા' કલરના રંગમાં જોવા મળશે, આ ટીમની જર્સીમાં થશે ફેરફાર  


ભારતીય ટીમ વિશ્વકપની 12મી સિઝનમાં પોતાની આગામી મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ શનિવારે સાઉથેમ્પ્ટનમાં રમશે. તેવામાં વિજય શંકર ફિટ ન થાય તો ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય હોય શકે છે કારણ કે ભુવનેશ્વર કુમાર આગામી એક સપ્તાહ સુધી આરામ કરશે. આશા કરવામાં આવી રહી છે કે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 30 જૂને રમાનારી મેચમાં ઉપલબ્ધ થશે.