નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય ટીમનો રવિવારે માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરુદ્ધ મેચ ચાલી રહ્યો છે. પરંતુ વરસાદે આ મેચમાં ઘણી વાર વિઘ્ન પાડ્યું હતું. તો આ મેચમાં ભારત તરફથી પ્રથમ મેચ રમી રહેલા વિજય શંકરે પોતાની પ્રથમ મેચમાં એક રેકોર્ડ બનાવી લીધો છે. વિજય શંકરે પ્રથમ બોલ પર પાકિસ્તાનના ઇમામ ઉલ હકને આુટ કરીને આ રેકોર્ડ બનાવ્યો છે. વિજય શંકરે વિશ્વકપમાં પ્રથમ મેચમાં પ્રથમ બોલ પર વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો હતો. વિજય શંકર આમ કરનાર પ્રથમ ભારતીય બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, ભારત-પાકિસ્તાનની મેચની બીજી ઈનિંગ દરમિયાન 5મી ઓવર ફેંકવા આવેલ ભુવનેશ્વર કુમારને ઓવરના ચોથા બોલ પર સ્નાયૂ ખેંચાઇ જવાને કારણે મેદાન છોડવું પડ્યું હતું. તેની અધુરી ઓવર પૂરી કરવા આવેલા વિજય શંકરે પ્રથમ બોલ પર પાકિસ્તાનના ઓપનર ઇમામ-ઉલ-હકને એલબીડબ્લ્યૂ આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. 


World Cup 2019: ભારત માટે સૌથી વધુ વનડે આંતરરાષ્ટ્રીય, બીજા સ્થાને પહોંચ્યો ધોની 


વિશ્વકપમાં અત્યાર સુધી કોઈપણ ભારતીય બોલર આ રેકોર્ડ બનાવી શક્યો નથી.