નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વિશ્વ કપ 2019 (World Cup 2019)માં ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર શરૂઆત કરી છે. પ્રથમ બે મેચ સતત જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ વધ્યો છે. રવિવારે ભારતે ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયા સિવાય લંડનમાં ઓવલના કેનિંગ્ટન મેદાનમાં ટીમ ઈન્ડિયાના ઘણા પૂર્વ ખેલાડી પણ હાજર હતી. તેમાં સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સહેવાગ પણ સામેલ છે. આ બધા કોમેન્ટ્રી કરી રહ્યાં હતા. મેચ દરમિયાન ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સચિન અને વીરૂને મળવાની તક મળી. વિરાટે આ મેચની એક ખાસ તસ્વીર શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટને ગર્મજોશીથી મળ્યા સચિન વીરૂ
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને દરેક વિભાગમાં માત આપી હતી. પ્રથમ ટીમ ઈન્ડિયાએ શાનદાર બેટિંગ કરતા 50 ઓવરોમાં 352 રન બનાવ્યા અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 316 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. આ મેચ પહેલા વિરાટ કોહલીને સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગને મળવાની તક મળી સચિન અને વીરૂ બંન્ને વિરાટને ગર્મજોશીથી મળ્યા હતા. આ દરમિયાન આ ત્રણેયની એક તસ્વીર પણ લેવામાં આવી જેને વિરાટે પોતાના ટ્વીટર પર શેર કરી છે. 


શું કહ્યું વિરાટે આ તસ્વીર શેર કરતા
વિરાટના સોશિયલ મીડિયા પર ઘણા ફોલોઅર છે. વિરાટે આ તસ્વીર શેર કરતા લોકો તેને લાઇક કરી રહ્યાં છે. વિરાટે આ તસ્વીરને શેર કરતા લખ્યું કે, કેટલિક તસ્વીરો ખરેખર ખાસ હોય છે. વિરાટે સચિન અને વીરૂ બંન્નેને ટેગ પણ કરી છે. 



હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટક્કર
હવે ટીમ ઈન્ડિયા આગામી મેચમાં ગુરૂવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટકરાશે. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી ત્રણેય મેચોમાં જીત મેળવી છે. તેણે પ્રેક્ટિસ મેચમાં ટીમ ઈન્ડિયાને પરાજય આપ્યો હતો. પરંતુ આ વખતે ન્યૂઝીલેન્ડ માટે મુકાબલો આસાન રહેશે નહીં. આ મેચમાં વરસાદની પણ સંભાવના રહેલી છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ત્રણ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે.