નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતને 18 રનથી પરાજય આપીને ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. આ સાથે ભારત વિશ્વકપની સફર પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ મેચ હાર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ભારતીય ટીમને વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન માટે શુભેચ્છા આપી છે. 



પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું- જીત-હાર જીવનનો ભાગ છે, હું ભારતીય ટીમને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ આપું છું. પીએમ મોદીએ આગળ લખ્યું, મેચનું પરિણામ નિરાશાનજક રહ્યું પરંતુ ટીમ ઈન્ડિયા દ્વારા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચની અંત સુધી લડત આપી તે શાનદાર રહ્યું. ભારતીય ટીમે ટૂર્નામેન્ટ દરમિયાન સારી બોલિંગની સાથે સારી બોલિંગ કરી, જેથી અમને ભારતીય ટીમ પર ગર્વ છે.