નવી દિલ્હીઃ ક્યારેક વિશ્વ ક્રિકેટની સૌથી ખતરનાક ટીમોમાં સામેલ વેસ્ટ ઈન્ડિઝનો પ્રદર્શન ગ્રાફ છેલ્લા કેટલાક વર્ષોથી સતત નિચે આવી રહ્યો છે. પરંતુ આ વખતે આંદ્રે રસેલની આગેવાનીમાં ઘણા 'પાવર હીટર્સ'ની હાજરીમાં, તેને ઈંગ્લેન્ડમાં રમાનારા ક્રિકેટના મહાસાગરમાં 'છુપા રૂસ્તમ' બનાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'યૂનિવર્સલ બોસ' ક્રિસ ગેલ ભલે આઈપીએલમાં ચિર પરિચિત ફોર્મમાં ન જોવા મળ્યો પરંતુ રસલે જે રીતે બેટથી રન બનાવ્યા છે, વિશ્વ ભરના બોલરોમાં ખલબલી મચી ગઈ હશે. 


કેરેબિયન ક્રિકેટને તેના બેટની મદદથી નવી સંજીવની મળવાની આશા હશે. રસલ સિવાય કાર્લોસ બ્રેથવેટ અને ડેરેન બ્રાવો પણ ટીમમાં છે, જ્યારે યુવા શિમરોન હેટમાયર પણ વનડે અને ટી20માં 100 કરતા વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવી ચુક્યા છે. ઓપનિંગ બેટ્સમેન શાઇ હોપ ટોપ ક્રમમાં છે અને આ બધાની હાજરીમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમ મોટો અપસેટ કરી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓની વચ્ચે ચુકવણી વિવાદની અસર ટેસ્ટ અને વનડે આંતરરાષ્ટ્રીય ટીમના રૂપમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રદર્શન પર પડી છે. 


ગેલ, કાયરન પોલાર્ડ અને ડ્વેન બ્રાવો ટીમમાંથી બહાર પણ રહ્યાં. વેસ્ટ ઈન્ડિઝ ટીમે આત્મવિશ્વાસ ગુમાવી દીધો, જે અત્યાર સુધી બીજી વાર હાસિલ કરી શકી નથી. ગવે ગેલ ટીમમાં છે જ્યારે બ્રાવો અને પોલાર્ડ પણ રિઝર્વમાં છે તો આ વિશ્વ કપ કેરેબિયન ક્રિકેટની દશા અને દિશા બદલી શકે છે. ઈંગ્લેન્ડના નાના મેદાન અને સપાટ પિચો કેરેબિયન બેટ્સમેનોને પોતાની પાવરગેમ રમવાની પૂરી તક આપશે. જે પ્રકારની પ્રતિભાઓ તેની પાસે છે, વિશ્વ રેન્કિંગમાં તે આઠમાંથી સારા સ્થાનની હકદાર છે. 


World Cup 2019: પાકિસ્તાનને નબળી સમજવાની ભૂલ પડી શકે છે ભારે

બાંગ્લાદેશ પણ તેનાથી ઉપર છે અને સિત્તેર અને એસીના દાયકામાં ભયનો પર્યાય રહેલી ટીમની નીચે માત્ર શ્રીલંકા અને અફગાનિસ્તાન છે. વેસ્ટ ઈન્ડિઝના સારા દિવસની શરૂઆત ઈંગ્લેન્ડમાં જ 1975નો વિશ્વ કપ જીતીને થઈ હતી અને એકવાર ફરી તેની પાસે પોતાનું જૂનુ ગૌરવ હાસિલ કરવાની તક છે. પરંતુ તે માટે તેણે એક ટીમના રૂપમાં સતત સારૂ પ્રદર્શન કરવું પડશે. 


વેસ્ટ ઈન્ડિઝ વિશ્વ કપ ટીમઃ જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, કેમાર રોચ, ડેરેન બ્રાવો, આંદ્રે રસેલ, શાઇ હોપ, શેલ્ડન કોટરેલ, એવિન લુઈસ, શેનોન ગૈબ્રિયલ, કાર્લોસ બ્રેથવેટ, એશલે નર્સ, શિમરોન હેટમાયર, ફેબિયન એલેન, ઓશાને થોમસ, નિકોલસ પૂરન.