અમદાવાદઃ આઈસીસી ક્રિકેટ વિશ્વકપ-2023માં ફાઈનલની બંને ટીમ નક્કી થઈ ગઈ છે. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આજે કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ જીત મેળવી ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. હવે બંને ટીમ વચ્ચે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે જંગ જામશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 વર્ષ બાદ ફાઈનલમાં ટકરાશે ભારત અને ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટીમ વિશ્વકપ 2003ની ફાઈનલમાં આમને-સામને હતી. જ્યાં ઓસ્ટ્રેલિયાએ રિકી પોન્ટિંગના 140* રનની વિસ્ફોટક ઈનિંગની મદદથી 50 ઓવરમાં 359 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 125 રને જીત મેળવી ટ્રોફી કબજે કરી હતી. હવે વર્ષ 2023 એટલે કે 20 વર્ષ બાદ આ બંને ટીમ વચ્ચે વિશ્વકપની ફાઈનલ રમાશે. 


આ પણ વાંચોઃ પંજાબમાં આલીશાન ઘર, IPL અને BCCIના કરોડોના કોન્ટ્રાક્ટ; જાણો કેટલો અમીર છે ગીલ


ભારતીય ટીમ ચોથીવાર રમશે વિશ્વકપ ફાઈનલ
ભારતીય ટીમે આ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને સતત 10 જીત મેળવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું. ભારતીય ટીમ ચોથીવાર વિશ્વકપની ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમ 1983 અને 2011માં વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. જ્યારે વર્ષ 2003 વિશ્વકપ ફાઈનલમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. 


ઓસ્ટ્રેલિયા આઠમી વખત ફાઈનલમાં
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે અને પાંચ વખત વનડે વિશ્વકપ જીતી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આઠમી વખત ફાઈનલમાં પહોંચી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ સાત ફાઈનલ રમી છે, જેમાં પાંચ વખત જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 1987, 1999, 2003, 2007 અને 2015નો વિશ્વ કપ જીતી ચૂકી છે. જ્યારે બે વખત ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ હારી હતી. 


ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, આર અશ્વિન, ઈશાન કિશન, પ્રસિદ્ધ કૃષ્ણા.


ઓસ્ટ્રેલિયા ટીમઃ ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, માર્સન લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિશ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી અને શેન એબોટ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube