World Cup 2023: અજય જાડેજાએ અફઘાન ટીમના મેન્ટર બનતા પહેલા પાકિસ્તાન ફોન કર્યો હતો? જાણો કોણે કર્યો આ દાવો
અફઘાનિસ્તાનની ટીમની જીતમાં ભારતના પૂર્વ ક્રિકેટ ખેલાડીનું પણ ખુબ યોગદાન છે. અત્રે જણાવવાનું કે અજય જાડેજા ટીમના મેન્ટર છે અને તેમનો અનુભવ અફઘાન ખેલાડીઓને ખુબ કામે લાગી રહ્યો છે. અજય જાડેજાએ ભારત માટે 200થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે અને આ ખેલમાં તેમની સમજ કમાલની છે. સ્પષ્ટ રીતે તેમની સલાહ ખેલાડીઓને કામ આવતી હશે
વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાને ખરેખર કમાલ કરી દીધો. આ ટુર્નામેન્ટની 22મી મેચમાં અફઘાન ટીમે પાકિસ્તાનને એકતરફી અંદાજમાં 8 વિકેટથી હરાવીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવ્યો. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 7 વિકેટના ભોગે 282 રન કર્યા પરંતુ આટલો મોટો સ્કોર પણ અફઘાન ટીમે સરળતાથી ચેઝ કરી લીધો. અફઘાનિસ્તાનના દરેક ખેલાડીએ આ જીતમાં પોતાનું 100 ટકા યોગદાન આપ્યું. બોલિંગમાં નૂર અહેમદ અને નવીન ઉલ હકે જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું જ્યારે ત્યારબાદ ઈબ્રાહિમ જાદરાન, રહમનુલ્લાહ ગુરબાઝ, રહમત શાહ, અને હશમતુલ્લાહ શાહિદીએ કમાલની બેટિંગ કરીને પાકિસ્તાનને ધોળે દિવસે તારા દેખાડી દીધા.
અફઘાનિસ્તાનની ટીમની જીતમાં ભારતના પૂર્વ ક્રિકેટ ખેલાડીનું પણ ખુબ યોગદાન છે. અત્રે જણાવવાનું કે અજય જાડેજા ટીમના મેન્ટર છે અને તેમનો અનુભવ અફઘાન ખેલાડીઓને ખુબ કામે લાગી રહ્યો છે. અજય જાડેજાએ ભારત માટે 200થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે અને આ ખેલમાં તેમની સમજ કમાલની છે. સ્પષ્ટ રીતે તેમની સલાહ ખેલાડીઓને કામ આવતી હશે. અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડ કપની બરાબર પહેલા જ અજય જાડેજાને મેનેજમેન્ટ સાથે જોડ્યા હતા. આ બધા વચ્ચે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર રાશિદ લતીફે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube