અમદાવાદઃ Babar Azam Fifty In IND vs PAK: બાબર આઝમે ભારત સામે પ્રથમવાર 50 રનનો આંકડો પાર કર્યો છે. પાકિસ્તાનના કેપ્ટને 57 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. પરંતુ અડધી સદી પૂરી કર્યાં બાદ બાબર આઝમ મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. સિરાજે પાકિસ્તાનના કેપ્ટનને બોલ્ડ કરી ભારતને મોટી સફળતા અપાવી હતી. બાબર આઝમે 58 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 50 રન ફટકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો આઝમ
હકીકતમાં આ પહેલા ભારત વિરુદ્ધ બાબર આઝમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. એશિયા કપમાં પણ તે જલ્દી આઉટ થઈ ગયો હતો. પરંતુ આજે આ ખેલાડીએ પ્રથમવાર ભારત સામે 50 રનનો આંકડો પાર કર્યો હતો. પરંતુ બાબર અડધીસદી પૂરી કરવાની સાથે આઉટ થઈ ગયો હતો. પાકિસ્તાની કેપ્ટન બાબર અને મોહમ્મદ રિઝવાન વચ્ચે 82 રનની ભાગીદારી થઈ હતી. 

પાકિસ્તાનની પ્રથમ બેટિંગ
અમદાવાદમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનને પ્રથમ ઝટકો 41 રનનો સ્કોરે લાગ્યો હતો. અબ્દુલ્લાહ શફીકને મોહમ્મદ સિરાજે એલબી આઉટ કર્યો હતો. શફીક 20 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ઇમામ-ઉલ હક 38 બોલમાં 36 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. બાબર આઝમે 50 રન ફટકાર્યા હતા. સાઉદ શકીલ માત્ર 6 રન બનાવી કુલદીપની ઓવરમાં આઉટ થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube