World Cup 2023 Final: ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ટ્રેવિસ હેડની 137 રનની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાનો 241 રનનો ટાર્ગેટ 6 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો છે. આ સમગ્ર વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પરંતુ એક ખરાબ દિવસે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ચેમ્પિયન બનવાની આશા વધુ ચાર વર્ષ લંબાવી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ટીમ ઈન્ડિયા જ છે અસલી ચેમ્પિયન?


1. ભારતે તમામ ટીમોને ધોઈ
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાએ લીગ મેચોમાં સતત 10 જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન ભારતે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે જીત નોંધાવવામાં નિષ્ફળ રહી હતી.


2. ન્યુઝીલેન્ડને બે વાર હરાવ્યું
આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમને એક નહીં પરંતુ બે વખત હરાવ્યું હતું. ધર્મશાલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. જ્યારે વાનખેડે ખાતે રમાયેલી સેમીફાઈનલ મેચમાં બ્લેક કેપ્સને 70 રને પરાજય થયો હતો.


3. ઓસ્ટ્રેલિયાથી જીતની શરૂઆત
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જીત ઓસ્ટ્રેલિયા સામે નોંધાવી હતી. આ મેચમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની વિસ્ફોટક અડધી સદીની ઈનિંગ્સને કારણે ટીમ ઈન્ડિયાએ કાંગારૂઓને 6 વિકેટે પરાજય આપ્યો હતો.


4. શતકવીરોની ટીમ
આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની મજબૂત બેટિંગ લાઈનઅપને આખી દુનિયા જોતી રહી ગઈ. ટોપ ઓર્ડરથી લઈને મિડલ ઓર્ડર સુધીના તમામ બેટ્સમેનોએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન બોલરોને પરસેવો પાડ્યો હતો. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં 3 સદી ફટકારી છે. જ્યારે શ્રેયસ અય્યરે 2 સદી ફટકારી હતી. જ્યારે કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે એક-એક સદી ફટકારી હતી.


5. બોલિંગમાં ધાર
મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહની સ્વિંગ બોલિંગે સમગ્ર વિશ્વ કપ દરમિયાન બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. કુલદીપ યાદવની સ્પિન એ પણ બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા. મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ત્રણ વખત 5-5 વિકેટ પણ લીધી હતી. જ્યારે બુમરાહે 20 અને કુલદીપને 15 વિકેટ મળી હતી.