India vs Australia, World Cup Final 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023ના ટાઈટલ જંગ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ મેચ અમદાવાદના પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અમદાવાદનું આ મેદાન આજે પોતાના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ કરશે. વર્લ્ડ કપના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી, જે આ મેચની શરૂઆત સાથે થશે. બંને ટીમોની નજર વર્લ્ડ કપ જીતવા પર છે. એક તરફ ભારત આ ટૂર્નામેન્ટમાં અજેય છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ છેલ્લી 8 મેચ જીતી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં બનશે વર્લ્ડ રેકોર્ડ
જોકે, વિશ્વ કપ મેચોના ઇતિહાસમાં આજ સુધી વિશ્વના કોઈપણ સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રશંસકોની હાજરી નોંધવામાં આવી નથી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે MCG ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2015 વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં 93,013 દર્શકોની હાજરી નોંધવામાં આવી હતી, પરંતુ આ રેકોર્ડ આજે (19 નવેમ્બર) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૂટી જશે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 132000 લોકો એકસાથે બેસી શકે છે. ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચમાં 130,000 ચાહકો હાજરી આપે તેવી પુરેપુરી શક્યતા જોવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આજે અમદાવાદના આ મેદાન વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરશે. વર્લ્ડ કપની મેચમાં સૌથી વધુ હાજરીનો રેકોર્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે થઈ જશે.


2011માં આ મેદાન પર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું
વર્લ્ડ કપ 2011માં અમદાવાદમાં જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્વાર્ટર ફાઈનલનો જંગ ખેલાયો હતો. આ મેચમાં ભારતે 5 વિકેટે જીત મેળવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 260 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા ભારતે 47.4 ઓવરમાં 5 વિકેટના નુકસાને 261 રન બનાવીને મેચ જીતી લીધી હતી. સેમિફાઇનલમાં પાકિસ્તાન અને ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડી હતી.


2003નો બદલો લેવા ઉતરશે ભારત
ઓસ્ટ્રેલિયાએ 2003 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવીને ટ્રોફી જીતી હતી. આવી સ્થિતિમાં આજે ભારત પાસે આ હિસાબને ચૂકતે કરવાનો મોકો પણ છે. જો આપણે વર્લ્ડ કપમાં બંને ટીમોના હેડ ટૂ હેડ આંકડાઓ પર નજર કરીએ તો અત્યાર સુધી વર્લ્ડકપમાં 13 વખત ટકરાયા છે. ઓસ્ટ્રેલિયાએ આમાં વધુ જીત નોંધાવી છે. ભારત માત્ર 5 મેચ જીતવામાં સફળ રહ્યું છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના નામે 8 જીત છે. આવી સ્થિતિમાં આજની મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે.


ભારતની વર્લ્ડ કપ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશ્વિન, પ્રસિદ્ધ કૃષ્ણ.


ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લીસ (wk), સીન એબોટ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક, માર્નસ લાબુશેન .