World Cup 2023 Final: વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો આ મેચમાં એવા ખેલાડીઓ સાથે રમશે જે સેમિફાઇનલનો ભાગ હતા. રોહિત શર્મા પાસે આ મેચમાં મોટી સિદ્ધિ મેળવવાની શાનદાર તક છે. અત્યાર સુધી માત્ર મહેન્દ્ર સિંહ ધોની જ આ કરવામાં સફળ રહ્યો છે. રોહિત શર્મા પાસે આ મેચમાં આ મોટું કારનામું કરવાની સુવર્ણ તક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું રોહિત કરી શકશે આ પરાક્રમ?
ટીમ ઈન્ડિયાએ 1983નો વર્લ્ડ કપ અને 2011નો વર્લ્ડ કપ જીત્યો છે. પરંતુ 2011નો વર્લ્ડ કપ કંઈક ખાસ હતો. જેમાં મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાનીપદની ઇનિંગ રમતા ભારતને સિક્સર ફટકારીને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. આ મેચમાં ધોનીએ સુકાની તરીકે અણનમ 91 રનની ઇનિંગ રમી હતી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ આપવામાં આવ્યો હતો. તે ભારતીય ક્રિકેટમાં એકમાત્ર એવો કેપ્ટન છે જેણે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં આ એવોર્ડ જીત્યો હતો.


1983માં અમરનાથના નામે થયો હતો એવોર્ડ
ટીમ ઈન્ડિયાએ 1983નો વર્લ્ડ કપ પણ જીત્યો હતો. કપિલ દેવની કપ્તાનીમાં ભારતે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ફાઈનલ મેચમાં ભૂતપૂર્વ અનુભવી ભારતીય ખેલાડી મોહિન્દર અમરનાથને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. તેણે બેટિંગ કરતા 26 રન બનાવ્યા હતા. બોલિંગ કરતી વખતે તેણે 7 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.


બંને ટીમોના પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.


ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.