World Cup માં ન્યૂઝીલેન્ડ સામે જીત બાદ અચાનક કોહલી અને રોહિતે કેમ છોડી દીધો ટીમ કેમ્પ?
Indian Cricket Team: વર્લ્ડ કપ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ ગયા રવિવારે ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટે જીત મેળવી હતી. આ પછી 3 મેચ વિનિંગ ખેલાડીઓએ અચાનક ટીમ કેમ્પ છોડી દીધો.
Indian Players leave camp during world cup: ટીમ ઈન્ડિયા હાલ વર્લ્ડ કપમાં પોઈન્ટ ટેબલ પર ટોપ પર પહોંચી ચુકી છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા કુલ પાંચ મેચ રમ્યુ છે અને તમામ મેચમાં ભારતે જીત હાંસલ કરી છે. છેલ્લે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ત્રણ મેચ વિનિંગ ખેલાડીઓએ અચાનક ટીમ કેમ્પ છોડી દીધો છે. પણ આવું કેમ થયું? એ સવાલ હાલ સૌ કોઈના મગજમાં છે. અચાનક શું કોઈ ડખો પડ્યો? જાણો શું છે સાચી હકીકત...
સેમીફાઈનલથી માત્ર બે જીત દૂર છે ભારત-
ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચવા માટે માત્ર 2 વધુ જીતની જરૂર છે. જો કોઈ ટીમ 14 પોઈન્ટ મેળવે છે તો તે સીધી ટોપ-4માં સ્થાન મેળવી શકશે. આ રેસમાં ન્યુઝીલેન્ડ અને ભારતનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત જણાય છે. ભારત સળંગ પાંચ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે જ્યારે ન્યુઝીલેન્ડના 4 જીત સાથે 8 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.
ભારતના આ દિગ્ગજ ખેલાડીઓએ છોડી દીધો ટીમ કેમ્પ-
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા માટે શાનદાર બેટિંગ કરનાર વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલે અચાનક જ ટીમ કેમ્પ છોડી દીધો છે. આ સિવાય શ્રેયસ અય્યર, જસપ્રિત બુમરાહ અને ટીમના અન્ય ઘણા ખેલાડીઓએ પણ કેમ્પ છોડી દીધો છે. વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ટીમ ટોપ પર પહોંચી છે એવામાં વર્લ્ડ કપમાં અધવચ્ચે આ રીતે ટીમના દિગ્ગજ ખેલાડીઓએ કેમ છોડી દીધો ટીમ કેમ એ પણ એક મોટો સવાલ છે.
ખેલાડીઓએ અચાનક ટીમ કેમ્પ કેમ છોડી દીધો?
ઈનસાઈડ સ્પોર્ટના રિપોર્ટ અનુસાર, 'રવિવારે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપની મેચ બાદ ભારતીય ક્રિકેટ ટીમ પોતાના પરિવારને મળવા રજાઓ પર ગઈ છે. ન્યુઝીલેન્ડ બાદ ટીમ ઈન્ડિયાની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે છે જે 29 ઓક્ટોબરે લખનૌમાં રમાશે. આ પહેલા, ટીમ પાસે સાત દિવસ છે, જેમાં ખેલાડીઓ તેમના પરિવાર સાથે સમય પસાર કરી શકશે.
વિરાટ-રોહિત માટે જરૂરી બ્રેક-
વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે આ આરામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, 'રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત મોટાભાગના ખેલાડીઓ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી ચાલનારા એશિયા કપમાં વ્યસ્ત હોવાથી પ્રવાસ કરી રહ્યા છે.' બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, 'ખેલાડીઓને તેમના પરિવાર સાથે થોડો સમય મળે તે યોગ્ય છે કારણ કે બે મેચ વચ્ચે સાત દિવસનો લાંબો સમય હોય છે.'