ICC World Cup 2023 Team India Schedule: આ વર્ષના અંતમાં ભારતમાં વનડે વિશ્વકપ રમાનાર છે. ત્યારે વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર થઈ ચુક્યો છે. ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવી ગયો છે. ક્રિકેટની દુનિયાનો સૌથી મોટો મુકાબલો એટલેકે ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદમાં રમાશે. વર્લ્ડ કપમાં આગામી 15 મી ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ. આ હાઈવોલ્ટેજ મુકાબલા પર રહેશે દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર. લાંબા અંતરાલ બાદ ભારત આવશે પાકિસ્તાનની ટીમ. અને મેદાનમાં જોવા મળશે હાઈવોલ્ટેજ ડ્રામા. ગુજરાતના ક્રિકેટ રસિકો માટે વધુ એક સારા સમાચાર છે. ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ અમદાવાદમાં જ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે વર્લ્ડ કપની ફાઈનલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


ICC World Cup 2023 Team India Schedule: ODI વર્લ્ડ કપ 2023નું સત્તાવાર શિડ્યૂઅલ જાહેર થઈ ગયું છે. ટૂર્નામેન્ટ શરૂ થવાના 100 દિવસ પહેલા ICCએ એક કાર્યક્રમમાં વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. તમામ 10 ટીમોએ લીગ રાઉન્ડમાં 9-9 મેચ રમવાની છે.


ICC એ ODI વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટની મેચો 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો સામનો અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામે થશે. આ જ સમયે ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. 46 દિવસની ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચો રમાશે. કુલ 10 ટીમો વિશ્વકપ રમશે. આ માટે 8 ટીમો ક્વોલિફાય થઈ છે. 2 ટીમો અંગેનો નિર્ણય ક્વોલિફાયરમાંથી થશે.


ODI વર્લ્ડ કપની વાત કરીએ તો મેચો 10 સ્થળો પર રમાશે. જેમાં અમદાવાદ, હૈદરાબાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે પ્રથમ સેમી ફાઈનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં, બીજી સેમીફાઈનલ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.


ICC દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ ટીમ ઈન્ડિયા તેની 9 મેચ 9 અલગ-અલગ સ્થળો પર રમશે. ટીમની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતીય ટીમ ફરી 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે અને 15 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 


ભારતની અન્ય મેચોની વાત કરીએ તો તેઓ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ, 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ, 29 ઓક્ટોબરે લખનૌમાં ઈંગ્લેન્ડ, 2 નવેમ્બરે મુંબઈમાં ક્વોલિફાયર, 5 નવેમ્બરે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. 11 નવેમ્બરના રોજ બેંગલુરુમાં બીજી ક્વોલિફાયર ટીમ ઉતરશે.


ICC World Cup 2023 Knockouts:


•1st Semifinal - 15th November, Mumbai.


•2nd Semifinal - 16th November, Kolkata.


•Final - 19th November, Ahmedabad.
--
8th October: India Vs Australia (Chennai)
11th October: India Vs Afghanistan (Delhi)
15th October: India Vs Pakistan (Ahmedabad)
19th October: India Vs Bangladesh (Pune)
22nd October: India Vs New Zealand (Dharamshala)
29th October: India Vs England (Lucknow)
2nd November: India Vs Qualifier 2 (Mumbai)
5th November: India Vs South Africa (Kolkata)
11th November: India Vs Qualifier 1 (Bengaluru)