Virat Kohli Gift: આજે ક્રિકેટના મોર્ડન માસ્ટર એટલેકે, વિરાટ કોહલીનો જન્મ દિવસ છે. ચાહકોમાં પણ વિરાટના જન્મ દિનને લઈને ખુબ જ ખુશી હતી. આજે વર્લ્ડ કપની ભારત અને સાઉથ આફ્રિકા મેચ વચ્ચેની મેચ કોલકત્તાના ઈડર્ન ગાર્ડનમાં રમાનાર છે. ત્યારે ચાહકોએ વિરાટના બર્થ ડે માટે ખાસ તૈયારીઓ કરી હતી. જોકે, હવે એ આયોજન નહીં થઈ શકે. વિરાટ કોહલીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપની મેચ પહેલા ઈડન ગાર્ડન્સ મેદાનમાં એક ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપની મેચ પહેલા દિગ્ગજ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. બંને દેશો વચ્ચેની આ મેચ આજે એટલે કે 5 નવેમ્બરે બપોરે 2 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો આજે 35મો જન્મદિવસ છે. વિરાટ કોહલીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપની મેચ પહેલા ઈડન ગાર્ડન્સ મેદાનમાં એક ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપની મેચ પહેલા દિગ્ગજ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે.


કોહલીના ફેન્સ માટે બેડ ન્યૂઝ-
કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં વિરાટ કોહલીના જન્મદિવસના અવસર પર કોઈ મોટી ઔપચારિક ઉજવણી કરવામાં આવશે નહીં. વાસ્તવમાં, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વિરાટ કોહલીના જન્મદિવસ પર ઇડન ગાર્ડન્સ મેદાનની અંદર મોટી ઉજવણીની મંજૂરી આપી નથી. જો કે ક્રિકેટના મેદાનની બહાર ચાહકોએ આ જન્મદિવસને વિરાટ કોહલી માટે ખાસ બનાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.


ICCએ અચાનક લીધો મોટો નિર્ણયઃ
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના આ અચાનક નિર્ણયથી દરેક લોકો આશ્ચર્યચકિત છે. ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઈડન ગાર્ડન્સ મેદાન પર સેલિબ્રેશનની મંજૂરી ન આપી હોય, પરંતુ ફેન્સ વિરાટ કોહલીના જન્મદિવસને ખાસ બનાવવા માટે મોટી યોજનાઓ બનાવી રહ્યા છે. વિરાટ કોહલીની જર્સી કોલકાતાના ઈડન ગાર્ડનની બહાર સૌથી વધુ વેચાઈ રહી છે. પ્રશંસકોએ એ પણ નક્કી કર્યું છે કે વિરાટ કોહલીના જન્મદિવસ પર શક્ય તેટલા લોકો વિરાટ કોહલીની જર્સી પહેરીને સ્ટેડિયમમાં જોવા જોઈએ. આ સિવાય વિરાટ કોહલીના માસ્કનું પણ મોટા પાયે વિતરણ કરવામાં આવી રહ્યું છે. સચિન તેંડુલકરનો 49 ODI સદીનો રેકોર્ડ આજે વિરાટ કોહલીના ટાર્ગેટમાં હશે.