વર્લ્ડ કપ-2023માં ટીમ ઈન્ડિયા કેવું શાનદાર પ્રદર્શન કરી રહી છે. રોહિતની આ ધાકડ ટીમે ટૂર્નામેન્ટમાં સાત મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. 14 પોઈન્ટ સાથે તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ટીમ ઈન્ડિયાને ગુરુવારે શ્રીલંકા સામેની મેચમાં સાતમી જીત મળી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો 302 રને વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાની આ જીતમાં મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્રણેયએ મળીને 9 વિકેટ લીધી હતી. શમીએ 5, સિરાજે 3 અને બુમરાહે 1 વિકેટ લીધી હતી.


ભારતીય ફાસ્ટ બોલરોની આ ઘાતક બોલિંગ પાકિસ્તાનને પચી નથી. પાડોશી દેશના પૂર્વ ક્રિકેટર હસન રઝાએ તો શમી અને સિરાજને આપવામાં આવેલા બોલના ટેસ્ટિંગની પણ માંગ કરી છે. તેણે પાકિસ્તાની ન્યૂઝ ચેનલના શોમાં આવી વાહિયાત વાતો કહી. શોના એન્કરે હસન રઝાને પૂછ્યું કે, શું બોલ અલગ-અલગ છે, કારણ કે ભારતીય બોલરોને જે પ્રકારનો સ્વિંગ મળી રહ્યો છે, તેનાથી એવું લાગે છે કે જાણે તેઓ બોલિંગ પીચ પર બોલિંગ કરી રહ્યા છે અને તેમને વિચિત્ર પ્રકારનો સ્વિંગ મળી રહ્યો છે.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube