આઈપીએલ દરમિયાન અફઘાની બોલર નવીન ઉલ હક અને વિરાટ કોહલી વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ફેન્સ આઈસીસી વર્લ્ડ કપ 2023માં ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ફેન્સ એકવાર ફરીથી જોવા માંગતા હતા કે જ્યારે આ બંને ખેલાડીઓનો આમનો સામનો થશે તો શું થશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ  કપની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ફેન્સ આ મેચમાં કોહલી કોહલીના નારા લગાવી રહ્યા હતા. આ કોહલીનું હોમ ગ્રાઉન્ડ પણ છે. તો તેને ફૂલ સપોર્ટ મળે તે સ્વાભાવિક હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે જ્યારે આ બંને ખેલાડીઓનો આમનો સામનો થયો તો બંને ખેલાડીઓએ એકબીજાને મેદાનમ પર ગળે મળીને આ મામલાનો અંત લાવી દીધો. મેચ દરમિયાન કોહલીએ દિલ્હીની જનતાને નવીન વિરુદ્ધ નારા ન લગાવવાની પણ અપીલ કરી હતી. 


અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે કહ્યું કે તેમના અને ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી વચ્ચે મેદાન બહાર કોઈ વિવાદ નહતો. ભારત અને અફઘાનસિ્તાન વચ્ચે વિશ્વ કપ મેચ દરમિયાન બુધવારે અહીં જ્યારે કોહલી બેટિંગ કરતા હતા ત્યારે તેમણે નવીનને ગળે લગાવીને વિવાદનો અંત લાવી દીધો. નવીન અને કોહલી વચ્ચે ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL)ની ગત સીઝન દરમિયાન લખનઉમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચ દરમિયાન વિવાદ થયો હતો. આ મેચમાં નવીન બેટિંગ દરમિયાન કોહલી સાથે ઘર્ષણમાં ઉતર્યો હતો. મેચ બાદ તેણે કોહલી સાથે હાથ પણ મિલાવ્યો નહતો. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube