ICC ODI World Cup 2023 Schedule: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ વર્ષે ભારતની મેજબાનીમાં થનારા વર્લ્ડ કપનું શિડ્યૂલ હાલમાં જ જાહેર કર્યું. પરંતુ હવે આ શિડ્યૂલમાં નવરાત્રિના તહેવારના કારણે ભારત-પાકિસ્તાન સહિત 6 મેચોમાં ફેરફાર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ટુર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરથી થવાની છે. જ્યારે ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેશે. આ મહામુકાબલો પહેલા 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો હતો. પરંતુ હવે રિપોર્ટ્સ મુજબ તે એક દિવસ પહેલા એટલે કે 14મી ઓક્ટોબરે એ જ સ્ટેડિયમમાં થશે. 


પાકિસ્તાનની 2 મેચોમાં ફેરફાર
પહેલા એવા રિપોર્ટ્સ હતા કે ફક્ત ભારત અને પાકિસ્તાનની મેચની તારીખ બદલાશે. પરંતુ હવે સૂત્રોના હવાલે મળેલા સમાચાર મુજબ એક નહીં પરંતુ ભારત પાકિસ્તાન મેચ સહિત કુલ 6 મેચના શિડ્યૂલમાં ફેરફાર થશે. મળતી માહિતી મુજબ નવરાત્રિના કારણે સૌથી મોટો ફેરફાર એ જ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15ની જગ્યાએ 14મી ઓક્ટોબરે રમાશે. 


આ સાથે જ 12 ઓક્ટોબરે રમાનારી પાકિસ્તાનની વધુ એકમાં ફેરફાર થશે. આ મેચ શ્રીલંકા સામે રમાશે. જે હવે 12ની જગ્યાએ 10 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. જ્યારે 9 ઓક્ટોબરની ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડની હૈદરાબાદમાં રમાનારી મેચ હવે 12 ઓક્ટોબરે થઈ શકે છે. 


હવે 15 ઓક્ટોબરે રમાશે આ મેચ
આ ઉપરાંત ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના રોજ બપોરે દિલ્હીમાં રમાનારી મેચ હવે સવારે રમાશે. આ સાથે જ એ જ દિવસે એટલે કે 14 ઓક્ટોબરે સવારે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની જે મેચ રમાવાની હતી તેને હવે 15 ઓક્ટોબરે શિફ્ટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત એક મેચ 9 ઓક્ટોબરે કરાવવાની પણ શક્યતા છે. 


આજે આવી શકે છે ICC વર્લ્ડ કપનું નવું શિડ્યૂલ
ભારત-પાકિસ્તાન સહિત 6 મેચોમાં ફેરફાર સાથે વર્લ્ડ કપનું નવું શિડ્યૂલ આજે (2 ઓગસ્ટ)ના રોજ જાહેર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે ભારતની મેજબાનીમાં રમાનાર આઈસીસી વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. તેનો ફાઈનલ મુકાબલો 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે. 


વર્લ્ડ કપની આ મેચોમાં થઈ શકે છે ફેરફાર


ભારત Vs પાકિસ્તાન 15 ઓક્ટોબરની જગ્યાએ 14 ઓક્ટોબરે
પાકિસ્તાન Vs શ્રીલંકા- 12 ઓક્ટોબરની જગ્યાએ 10 ઓક્ટોબર
ન્યૂઝીલેન્ડ Vs નેધરલેન્ડ્સ - 9 ઓક્ટોબરની જગ્યાએ 12 ઓક્ટોબર
ઈંગ્લેન્ડ Vs અફઘાનિસ્તાન - 14 ઓક્ટોબર બપોરની જગ્યાએ સવારે શિફ્ટ થઈ શકે છે.
ન્યૂઝીલેન્ડ Vs બાંગ્લાદેશ - 14 ઓક્ટોબરની જગ્યાએ 15 ઓક્ટોબર
- ડબલ હેડરવાળા દિવસે કોઈ એક મેચ 9 ઓક્ટોબરે શિફ્ટ થઈ શકે છે. 


જય શાહનું નિવેદન
અત્રે જણાવવાનું કે હાલમાં જ BCCI ના સચિવ જય શાહનું પણ આ મામલે એક મોટું નિવેદન આવ્યું હતું. જય શાહે કહ્યું હતું કે આ વર્ષે ભારતની મેજબાનીમાં રમાનાર વર્લ્ડ કપનું શિડ્યૂલ બદલાઈ શકે છે. તેમણે  કહ્યું હતું કે આવનારા દિવસોમં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું હતું કે 2-3 સભ્યોએ શિડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવાની અપીલ કરી છે. 


15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ
હકીકતમાં 15 ઓક્ટોબરે નવરાત્રિનો  પહેલો દિવસ છે. આવામાં સુરક્ષા એજન્સીઓએ BCCI ને નવરાત્રિના તહેવારને કારણે તારીખ બદલવાની જાણ કરી હતી. એક સૂત્રએ કહ્યું હતું કે એજન્સીઓએ અમને આ વિશે જણાવ્યું છે અને અમે ચર્ચા કરી રહ્યા છીએ, જલદી નિર્ણય લઈશું. સમજવા જેવી એ પણ વાત છે કે વર્લ્ડ કપ દરમિયાન ફક્ત નવરાત્રિનો તહેવાર જ નહીં પરંતુ દીવાળી અને દશેરા જેવા તહેવારો પણ આવશે. આવામાં બીસીસીઆઈએ મેચ રમાડવા માટે અન્ય પડકારોનો પણ સામનો કરવો પડી શકે છે.