50 Wickets In World Cup: ભારતે સેમી ફાઈનલમાં ધમાકેદાર પ્રદર્શન ન્યૂઝીલેન્ડને હરાવી દીધુ અને વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી દીધી છે. મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કરતા 7 વિકેટ ઝડપી. એટલું જ નહીં શમીએ આ વર્લ્ડ કપમાં 50 વિકેટ પૂરી કરીને એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે સેમી ફાઈનલમાં કુલ 7 વિકેટ લીધી. શમી આ સાથે જ ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કનો સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. શમી હવે વિશ્વ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર બોલર બન્યો છે. શમીએ 17 ઈનિંગ્સમાં 50 વિકેટ લીધી છે. સ્ટાર્કે 20 ઈનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

795 બોલમાં 50 વિકેટ
એટલું જ નહીં શમીએ આ માટે સૌથી ઓછા બોલ લીધા છે. તેણે 795 બોલમાં 50 વિકેટ લીધી. જ્યારે સ્ટાર્કે 941 બોલ લીધા હતા. શમીએ પોતાના પ્રદર્શનથી સાબિત કર્યું કે તે વર્લ્ડ કપના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ  બોલર્સમાંથી એક છે. શમીના આ જબરદસ્ત પ્રદર્શનના કારણે ભારતે કીવી ટીમને હરાવી દીધી છે. 398 રનના ટાર્ગેટના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 327 રન જ કરી શકી અને 70 રનથી મેચ ગુમાવી. કીવી માટે ડેરેલ મિચેલે 134 રન કર્યા. જ્યારે કેપ્ટન કેન વિલિયમસને 69 અને ગ્લેન ફિલિપ્સે 41 રન કર્યા. 


શમીની 7 વિકેટ
ભારતીય ટીમના ફાસ્ટ  બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 7 વિકેટ લીધી. હવે ભારતીય ટીમ પોતાની ત્રીજા વર્લ્ડ કપ ખિતાબથી માત્ર એક ડગલું દૂર છે. ટીમ ઈન્ડિયા હવે આ ફાઈનલ મુકાબલો 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. આ ફાઈનલમાં ભારતની ટક્કર બીજી સેમીફાઈનલની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયા અથવા દક્ષિણ આફ્રિકા સાથે થશે. કઈ ટીમ ભારત સામે મેચ રમશે તે હવે જોવાનું રહેશે.