વર્લ્ડ કપમાં ભારતના વિજય રથને કેવી રીતે રોકવો? પાકિસ્તાની ક્રિકેટરે જે કહ્યું...હસી હસીને બેવડા વળી જશો
World Cup: આઈસીસી વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી દમદાર પ્રદર્શન કર્યું છે અને અજેય રહેતા સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતે તમામ ટોપ ટીમોને લીગ મેચોમાં હરાવી છે અને હવે છેલ્લી મેચ નેધરલેન્ડ સામે છે. ભારત પોઈન્ટ્સની સાથે સાથે નેટ રનરેટના મામલે પણ ટોપ પર છે. બેટિંગ હોય કે બોલિંગ દરેક મોરચે ભારતીય ટીમે હરિફ ટીમોને પછાડી છે.
આઈસીસી વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી દમદાર પ્રદર્શન કર્યું છે અને અજેય રહેતા સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતે તમામ ટોપ ટીમોને લીગ મેચોમાં હરાવી છે અને હવે છેલ્લી મેચ નેધરલેન્ડ સામે છે. ભારત પોઈન્ટ્સની સાથે સાથે નેટ રનરેટના મામલે પણ ટોપ પર છે. બેટિંગ હોય કે બોલિંગ દરેક મોરચે ભારતીય ટીમે હરિફ ટીમોને પછાડી છે. ખાસ વાત એ છે કે ભારતીય ટીમ આ વખતે કોઈ એક ખેલાડી પર નિર્ભર નથી અને દરેક ખેલાડી સમય આવ્યે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી જાણે છે.
એ સ્પોર્ટ્સના એક શો ધ પેવેલિયનમાં જ્યારે પૂછવામાં આવ્યું કે આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને કેવી રીતે રોકી શકાય તો પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિકે કહ્યું કે 'ટીવી બંધ કરી દો.' વસીમ અક્રમે કહ્યું કે મને લાગે છે કે હાલ વર્લ્ડ કપમાં દરેક ટીમના મનમાં એ જ સવાલ ચાલી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અને હવે આપણે સાઉથ આફ્રિકાને પણ જોઈ કે પછી પાકિસ્તાન....જે પણ ટીમ તેમની સામે સેમી ફાઈનલ રમશે. તેઓ ખુબ મજબૂત લાગી રહ્યા છે, આ કઈ આ વર્લ્ડ કપથી નથી થયું પરંતુ આ પ્લાનિંગ વર્ષ-દોઢ વર્ષથી થઈ રહ્યું છે. નાની ટીમો આવે છે, મેઈન પ્લેયર રમતા નથી. ઓસ્ટ્રેલિયા હાલ આવ્યું હતું, તેમાં મેઈન પ્લેયર નહતાં રમ્યા. તમારે સૂર્યકુમાર યાદવને વર્લ્ડ કપમાં અજમાવવો હતો એટલે તમે તેને રમાડ્યો. આ બધુ પ્લાનિંગથી થાય છે. ત્યાં આમ જ કઈ થઈ જતું નથી.
મિસબાહ ઉલ હકે તેના પર કહ્યું કે એક તો ભારતે બધાને મેન્ટલી જ હરાવી દીધા છે. અડધી જંગ તો તેમણે વિરોધી ટીમો પર મેન્ટલી હાવી થઈને જીતી લીધી છે. તેમણે પહેલેથી જ એટલું સારું ક્રિકેટ રમીને દરેક ટીમને દબાણમાં લાવી દીધા છે. કોઈ પણ ટીમે જો ભારતને ટક્કર આપવી હોય તો તેમણે પહેલા મેન્ટલી આ દબાણથી બહાર નીકળવું પડશે. લીગ મેચ તો ભારતે જીતી લીધી પરંતુ નોકઆઉટ મેચોમાં તેમના ઉપર પણ દબાણ રહેશે. આવામાં વિરોધી ટીમ પાસે જીતવાની તક હોઈ શકે છે. શોએબ મલિકે કહ્યું કે ઓસ્ટ્રેલિયા એવી ટીમ છે, જે નોકઆઉટમાં ભારતને હરાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube