આખરે એ જ થયું જેનો ડર હતો. મેચમાં એક પણ બોલ ફેંકાયા વગર જ પાકિસ્તાન લગભગ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું. પાકિસ્તાન શનિવાદે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સેમીફાઈનલની રીતે મહત્વની મેચ રમી રહ્યું છે. આ મેચમાં બાબર આઝમ ટોસ હારતા જ પાકિસ્તાનનું સેમી ફાઈનલમાં પહોંચવાનું સપનું લગભગ ધરાશાયી થઈ ગયું. જો કે પાકિસ્તાની બોલરો જો ઈંગ્લેન્ડને 100 રન પર સમેટી દે અને 17 બોલમાં આ લક્ષ્ય મેળવી લે તો ન્યૂઝીલેન્ડ કરતા તેમનો નેટ રનરેટ સારો થઈ શકે જેની સંભાવના હાલ તો ન બરાબર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેમી ફાઈનલમાં પહોંચવાના હતા 5 રસ્તા


- ઈંગ્લેન્ડને 50 રન પર સમેટીને 2 ઓવરમાં લક્ષ્ય સાંધો
- ઈંગ્લેન્ડને 100 રન પર સમેટીને 2.5 ઓવરમાં લક્ષ્ય મેળવો.
- ઈંગ્લેન્ડને 150 રન પર સમેટીને 3.4 ઓવરમાં લક્ષ્ય મેળવો.
- ઇંગ્લેન્ડને 200 રન પર સમેટીને 4.3 ઓવરમાં લક્ષ્ય મેળવો. 
- ઈંગ્લેન્ડને 300 રન પર સમેટીને 6.1 ઓવરમાં લક્ષ્ય જીતો.


ટોસ હારતા જ નિરાશ થયો બાબર આઝમ
પોતાના પક્ષમાં ટોસ ન પડતો જોઈને પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ નિરાશ થયો હતો. તે જાણતો હતો કે તેણે ટોસ નહીં પરંતુ સેમી ફાઈનલમાં જવાની ટીમની અંતિમ ઈચ્છા પણ ગુમાવી દીધી.  જો બાબર સેના પાસે ટોપ 4માં પહોંચવાનો કોઈ ચાન્સ હતો તો તે પ્રથમ બેટિંગ દ્વારા હતો. સ્કોરબોર્ડ પર વિશાળ સ્કોર કરીને જ તેઓ ઈંગ્લેન્ડને 287 રનના વિશાળ સ્કોરથી હરાવી શકે તેમ હતા. ટોસ બાદ તેઓ પોતાના બોલરો પર ભરોસો જતાવતા નજરે ચડ્યો. 


ઈંગ્લેન્ડ માટે નાકની લડાઈ
બંને ટીમો માટે આ વર્લ્ડ કપનો અંતિમ મુકાબલો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સેમી ફાઈનલની દોડથી પહેલેથી જ બહાર થઈ ચૂક્યું છે. પરંતુ તેનું લક્ષ્યાંક ટોપ આઠમાં રહીને 2-26 ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલીફાય કરવાનું છે. આ માટે બાંગ્લાદેશ, શ્રીલંકા, નેધરલેન્ડ અને ઈંગ્લેન્ડમાં ચોતરફી મુકાબલો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube