ODI World Cup 2023: ભારતે 14 ઓક્ટોબરના રોજ રમાયેલી વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટથી સજ્જડ હારનો સામનો કરાવ્યો અને ક્યારેય ન ભૂલી શકાય તેવો ઘા આપી દીધો. ભારત વિરુદ્ધ આ શરમજનક હારને પાકિસ્તાની ખેલાડીઓ, ફેન્સ અને એટલે સુધી કે કલાકારો પણ પચાવી શકતા નથી. ભારત વર્લ્ડ કપ 2023માં પોતાની આગામી મેચ બાંગ્લાદેશ વિરુદધ આજે પુનાના એમસીએ સ્ટેડિયમમાં રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની અભિનેત્રીની બોલ્ડ ટ્વીટ
પાકિસ્તાની અભિનેત્રીએ આ બધા વચ્ચે માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ (X) પર પોતાની બોલ્ડ ટ્વીટથી તહેલકો મચાવ્યો છે. સેહર શિનવારી નામની પાકિસ્તાની અભિનેત્રીએ વર્લ્ડ  કપ 2023માં બાંગ્લાદેશ જો ભારતને હરાવે તો તે સ્થિતિમાં બાંગ્લાદેશના ક્રિકેટર્સને એક ગજબની ઓફર આપી છે. સેહર શિનવારીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ (X) પર ટ્વીટ કરતા લખ્યું કે ઈંશાઅલ્લાહ મારા બંગાળી બંધુ આગામી મેચમાં અમારો બદલો લેશે. જો  તેમની ટીમ ભારતને હરાવવામાં સફળ રહી તો ઢાકા જઈશ અને બંગાળી છોકરાઓ સાથે ફિશ ડિનર ડેટ પર જઈશ. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube