ICC ODI World Cup 2023: વનડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19નવેમ્બર સુધી ભારતમાં રમાશે. આ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવવાની છે. પાકિસ્તાનની ટીમ છેલ્લે વર્ષ 2016 ટી20 વર્લ્ડ કપ રમવા માટે ભારત આવી હતી. આવામાં આઈસીસી વનડે કપના દબાણને પહોંચી વળવા માટે ખેલાડીઓની મદદ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એક ખાસ પ્લાન તૈયાર કરી રહ્યું છે. જે હેઠળ ટીમ સાથે એક ખાસ વ્યક્તિ પાકિસ્તાનની ટીમ સાથે ભારત આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ખાસ પ્લાન
દબાણને પહોંચી વળવા માટે ખેલાડીઓની મદદ કરવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટીમ સાથે એક મનોચિકિત્સક (Psychiatrist) ને મોકલવાની સંભાવના શોધી રહ્યું છે. આ મુદ્દે અંતિમ નિર્ણય પીસીબી અધ્યક્ષ જકા અશરફની કેપ્ટન બાબર આઝમ સાથે મુલાકાત બાદ જ લેવામાં આવશે. બાબર હાલ લંકા પ્રીમિયર લીગ (એલપીએલ) માં કોલંબો સ્ટ્રાઈકર માટે રમી રહ્યા છે. પીસીબીના એક અધિકારીએ કહ્યું કે જકા અશરફનું માનવું છે કે ખેલાડીઓની સાથે એક મનોચિકિત્સક હોવા એ મદદગાર સાબિત થશે. ખાસ કરીને જ્યારે તેઓ સારું પ્રદર્શન ન કરી રહ્યા હોય કે ભારત પ્રવાસ પર બહારના દબાણને મહેસૂસ કરી રહ્યા હોય. 


અગાઉ મકબૂલ બાબરી આવ્યા હતા ભારત પ્રવાસે
પીસીબીના અધિકારીએ કહ્યું કે પાકિસ્તાન માટે એક મનોચિકિત્સકની હાજરી ફાયદાકારક રહેશે. કારણ કે ટીમ 2016 બાદ પહેલીવાર ભારતની મુલાકાત કરી રહી છે. અધિકારીએ કહ્યું કે જકા અશરફ જ્યારે ગત વખતે (પીસીબીના) અધ્યક્ષ હતા ત્યારે તેમણે ખેલાડીઓ સાથે કામ કરવા માટે જાણીતા મનોવૈજ્ઞાનિક મકબૂલ બાબરીને બોલાવ્યા હતા. બાબરી 2012-13માં ટીમ સાથે ભારત ગયા હતા. 


અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનના ખેલાડીઓ માટે 2011 વર્લ્ડ કપ માટે ભારતની મુસાફરી અગાઉ પણ ખેલ મનોચિકિત્સક સાથે એક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન વર્લ્ડ કપ 2023 ની પોતાની મેચ હૈદરાબાદ, કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ અને અમદાવાદમાં રમશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube