World Cup 2023: પાકિસ્તાન માટે સેમીફાઈનલનો દરવાજો થઈ ગયો બંધ! જાણો અસંભવ સમીકરણો
PAK vs ENG: આઈસીસી વિશ્વકપમાં હવે લીગ રાઉન્ડમાં માત્ર ત્રણ દિવસ બાકી છે. જ્યારે સેમીફાઈનલની એક ટીમનો નિર્ણય થવાનો બાકી છે. પરંતુ ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે જીત મેળવવાની સાથે પાકિસ્તાનની ટીમ લગભગ બહાર થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વકપ-2023માં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાએ સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ચોથી ટીમ માટે ટક્કર જોવા મળી રહી છે. આજે ચિન્નાસ્વામીમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને પાંચ વિકેટે પરાજય આપી પોતાની સેમીફાઈનલની એન્ટ્રી લગભગ પાક્કી કરી લીધી છે. એટલે કે પાકિસ્તાન માટે સેમીફાઈનલનો દરવાજો બંધ થઈ ગયો છે. પાકિસ્તાન માટે એવા સમીકરણ બન્યા છે, તે જોતા લાગી રહ્યું છે કે પાકિસ્તાનની સેમીફાઈનલમાં એન્ટ્રી અશક્ય છે.
પાકિસ્તાન માટે સેમીફાઈનલનું ગણિત
ન્યૂઝીલેન્ડે પોતાની 9 મેચ રમી લીધી છે. ન્યૂઝીલેન્ડના 5 જીત સાથે 10 પોઈન્ટ છે. જ્યારે ન્યૂઝીલેન્ડની નેટ રનરેટ +0.922 છે. જ્યારે પાકિસ્તાનની ટીમે 8 મેચમાં 4 જીત મેળવી છે અને તેના 8 પોઈન્ટ છે. પાકિસ્તાનની નેટ રનરેટ +0.036 છે. પાકિસ્તાને તેની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે શનિવારે રમવાની છે. આ મેચમાં જો પાકિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવું હોય તો કંઈક અસંભવ કરવું પડશે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube