World Cup 2023: ન્યૂઝીલેન્ડે ગુરૂવારે વિશ્વકપ 2023ના મુકાબલામાં શ્રીલંકાને 160 બોલ બાકી રહેતા 5 વિકેટથી હરાવી સેમીફાઈનલની ટિકિટ લગભગ પાક્કી કરી લીધી છે. ન્યૂઝીલેન્ડની શ્રીલંકા પર આ મોટી જીત બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય બની ગયું છે. પાકિસ્તાને પોતાની અંતિમ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 11 નવેમ્બરે રમવાની છે. પાકિસ્તાને વિશ્વકપ 2023ના સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ 287 રન કે તેનાથી મોટા અંતરે જીતવી પડશે. જો ઈંગ્લેન્ડ ટોસ જીતી પાકિસ્તાન વિરુદ્ધ કોઈપણ ટાર્ગેટ રાખે તો તેને પાકિસ્તાને 2.3 ઓવરમાં હાસિલ કરવો પડશે. તો અફઘાનિસ્તાને વિશ્વકપ 2023ના સેમીફાઈનલમાં જગ્યા બનાવવી છે તો તેણે સાઉથ આફ્રિકાને 438 રને હરાવવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વકપ સેમીફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ટકરાશે!
કુલ મળી હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે વિશ્વકપ 2023ના સેમીફાઈનલમાં પહોંચવાની આશા ખતમ થઈ ચુકી છે. હવે પ્રથમ સેમીફાઈનલમાં 15 નવેમ્બરે ભારત અને ન્યૂઝીલેન્ડનો મુકાબલો લગભગ નક્કી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વકપ 2023ની પ્રથમ સેમીફાઈનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. વિશ્વકપ 2023માં 8 મેચમાં 8 જીતની સાથે ભારતના 16 પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયા હજુ સુધી કોઈ મેચ હારી નથી. ભારતે વિશ્વકપમાં પોતાની અંતિમ લીગ મેચ 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે રમવાની છે. 


આ પણ વાંચોઃ World Cup 2023: પાકિસ્તાન માટે સેમીફાઈનલનો દરવાજો થઈ ગયો બંધ! જાણો અસંભવ સમીકરણો


સેમીફાઈનલની લાઇનઅપ લગભગ તૈયાર
ભારત લીગ સ્ટેજનો અંત પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર રહી કરશે અને તો ન્યૂઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરની ટીમ રહેશે. પ્રથમ સેમીફાઈનલ પોઈન્ટ્સ ટેબલની પ્રથમ ટીમ એટલે કે ભારત અને ચોથા નંબરની ટીમ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. તેવામાં સેમીફાઈનલનો બીજો મુકાબલો ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે થશે. બીજી સેમીફાઈનલ 16 નવેમ્બરે કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડની ટક્કર 15 નવેમ્બરે મુંબઈના વાનખેડેમાં ન્યૂઝીલેન્ડ સામે નક્કી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube