World Cup 2023: દક્ષિણ આફ્રિકાની ટીમે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવી દીધુ છે. આ હાર સાથે જ અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગઈ છે. અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે દક્ષિણ આફ્રિકાને આ મેચમાં 438 રનથી હરાવવાની જરૂર હતી. જે એક અશક્ય કામ જેવું હતું. અફઘાનિસ્તાનની ટીમે આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો અને આ સાથે જ તેની વર્લ્ડ કપ 2023માં સફર પણ પૂરી થઈ ગઈ છે. 


દક્ષિણ આફ્રિકાએ હરાવ્યું
અફઘાનિસ્તાનની ટીમે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. નિર્ધારિત 50 ઓવરમાં 244 રન કરી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ. દક્ષિણ આફ્રિકાને આ સાથે જીત માટે 245 રનનો ટાર્ગેટ મળ્યો. અફઘાનિસ્તાનના યુવા ઓલરાઉન્ડર અજતુલ્લાહ ઓમરજઈએ અણનમ 97 રન કર્યા. ઓમરજઈએ ટુર્નામેન્ટમાં સારી લય જાળવી રાખતા 107 બોલમાં સાત ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 97 રન કર્યા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube